પાલિકામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે સિંધરોટ પ્રોજેકટનું પાણી દક્ષિણ વિસ્તારને આપવા સૂચન કર્યું હતું. બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં આરસીબીના કામ માટે મોકલેલી કુલ 85 ફાઈલો માંથી અમારા વિસ્તારની જ 65 ફાઈલો પેન્ડિગ છે.
જાંબુઆ લેન્ડફિલ સાઈટને અન્યત્ર ખસેડવામાં આવે કારણ કે તેની દુર્ગંધ માંજલપુર વિસ્તારમાં ફેલાય છે. જીઆઇડીસીથી માંજલપુર સુધીના 600 મીટર પૈકીના 100 મીટરના રસ્તાને હજી ખોલવાનો બાકી હોવાથી તુરંત જ કાર્યવાહી કરવામાં આવે.ધારાસભ્ય સીમા મોહિલેએ કહ્યું હતું કે મનીષા ચોકડી સુધીના બનતા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય, નીચે સર્વિસ રોડ પણ બનાવવામાં આવે.
બિલ અને કલાલીમાં STP બનાવો
ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ભાયલીમાં બની રહેલા 45 એમએલડીના એસ.ટી.પીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, બિલ અને કલાલીમાં પણ નવા એસ.ટી.પી બનાવવા, કપરાઈ ચોકડીથી રતનપુર સુધીના રસ્તાને પહોળો કરવામાં આવે, નવા સમાવિષ્ટ કરાયેલા ગામતળના રસ્તાને ખોલવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.