તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પઇન:ફિઝિયોથેરાપિસ્ટ તબીબોને વર્ગ 2 ગેઝેટેડ દરજ્જો આપો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો અંગે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ
  • સરકારી કોલેજો-હોસ્પિટલમાં જગ્યા ભરવા સહિતની માગ

ફિઝિયોથેરાપિસ્ટ તબીબોએ પડતર પ્રશ્નો અંગે રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતાં સોશિયલ મીડિયા પર કેમ્પઇન શરૂ કર્યું છે. વર્ગ 2નો ગેઝેટેડ દરજ્જો, સરકારી કોલેજો-હોસ્પિટલમાં જગ્યા ભરવા, પેરામેડિકલ ન ગણીને મેડિકલ ગણવા, એક સમાન અભ્યાસક્રમ સહિતના મુદાઓને લઇને વોઇસ ઓફ ફિઝિયો દ્વારા આંદોલનની શરૂઆત કરાઇ છે.

ગુજરાત રાજ્યના ફિઝિયોથેરાપિસ્ટ તબીબોએ ફિઝિયોથેરાપી ક્ષેત્રના વિવિધ પડતર પ્રશ્નો અંગેની રજૂઆત માટે વોઇસ ઓફ ફિઝિયોની રચના કરાઈ રહી છે. કોરોના મહામારીના સમયમાં ફિઝિયોથેરાપી તબીબોની સેવા સરકાર દ્વારા લેવાઇ હતી. વોઇસ ઓફ ફિઝિયોના વડોદરાના કન્વીનર ડો.ગુંજન કાકડિયાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ફિઝિયોથેરાપિસ્ટના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જે પ્રકારે બીજાં રાજ્યો અને કેન્દ્ર સરકારે ફિઝિયોથેરાપિસ્ટને ક્લાસ-2માં સમાવ્યા છે તે પ્રકારે ગુજરાતમાં પણ સમાવવામાં આવે તેવી માગણી કરાઈ છે. ફિઝિયોથેરાપિસ્ટનો કોર્સ સાડા ચાર વર્ષનો હોવાથી કાઉન્સિલના બંધારણ મુજબ મેડિકલ શ્રેણીમાં મૂકવામાં આવે. સરકારી કોલેજોમાં ખાલી પડેલી લેક્ચરર, સિનિયર લેક્ચરર અને ક્લિનિકલ થેરાપિસ્ટની પોસ્ટ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ભરાય. આંતરીક વિસ્તારોમાં માનવબળના અભાવ થી ખાલી રહેલી જગ્યાઓ જનહિતમાં ભરાય જેનો સીધો લાભ ત્યાંના દિવ્યાંગ લોકોને મળશે.

અન્ય સમાચારો પણ છે...