CR પાટીલની ટકોર:શાંતિનો મહિમા જણાવતા કહ્યુ, ‘બુદ્ધની પ્રતિમા કેતન ઇનામદાર અને મધુ શ્રીવાસ્તવને આપો’

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સયાજીપુરામાં જિલ્લા ભાજપના સ્નેહમિલનમાં પ્રતિમા આપી પ્રદેશ અધ્યક્ષનું સન્માન
  • ગુજરાત એપી સેન્ટર નથી, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ડ્રગ્સ વધુ

વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે સયાજીપુરા એપીએમસીમાં યોજાયેલા વડોદરા જિલ્લા ભાજપના સ્નેહ મિલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને જિલ્લા પંચાયત ભાજપના પ્રમુખ અશોક પટેલે બુદ્વની પ્રતિમા આપી સન્માન કર્યું હતું .ત્યારે સી.આર.પાટીલે હસતા હસતા ટકોર કરી હતી કે ધારાસભ્ય કેતન ઈનામદાર અને મધુભાઈ શ્રીવાસ્તવને આ બુદ્વની પ્રતિમા આપવા જેવી છે. બંને ધારાસભ્યને એક એક પ્રતિમા આપી દઈએ.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર નવી આવી,નવા મંત્રીઓ આવ્યાં. આખા દેશમાં લોકોને આશ્ચર્ય થયું.બીજેપીના કાર્યકરોએ આ મોટા ચેન્જને પણ સ્વિકાર્યો છે. નવા મંત્રીઓ આવ્યાં છે,તેમને જુના નેતાઓ માર્ગદર્શન આપી રહ્યાં છે. ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું હોવાના કોંગ્રેસના આરોપ સામે પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રસ શાસિત રાજ્યોમાં જ સૌથી વધુ ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. .

મામાનું નામ નહીં લઉં તો ખોટંુ લાગશે
ધારાસભ્ય કેતન ઈનામદાર સ્ટેજ પર બેઠેલા નેતાના એક પછી એક નામ બોલતા હતાં.ત્યારે એક નેતાએ હવે બીજાના નામ નહીં બોલો તો ચાલશે તેમ કહ્યું હતું.ત્યારે કેતન ઈનામદારે દીનુ મામાનું નામ બોલી લઉં નહીં તો તેમને ખોટું લાગશે તેમ કહેતાં હાસ્ય ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...