તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ:‘ગ્રાહકોને પહેલાં માસ્ક આપો ત્યાર પછી માલ’

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના વેપાર વિકાસ એસો.એ શનિવારે મંગળબજારમાં ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ કર્યું હતું. - Divya Bhaskar
શહેરના વેપાર વિકાસ એસો.એ શનિવારે મંગળબજારમાં ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ કર્યું હતું.
 • મંગળ બજારમાં વેપાર વિકાસ એસો.ના સભ્યોએ એનાઉન્સમેન્ટ કરી જાગૃતિ ફેલાવી
 • આગામી દિવસોમાં રાવપુરામાં અભિયાન

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસો.ના સભ્યો દ્વારા કોરોના ગાઈડ લાઈનની જાગૃતિ ફેલાવવા શનિવારે બપોરે 1 કલાક મંગળ બજારમાં ફરીને માઈક પર ‘માસ્ક પહેરો-સોશિયલ ડિસ્ટન્સ જાળવો’ તેમજ ‘વગર માસ્કે આવેલા ગ્રાહકોને માસ્ક આપો પછી માલ વેચો’ની સૂચના અપાઈ હતી.

વેપાર વિકાસ એસો.ના પરેશ પરીખે જણાવ્યું કે, મંગળ બજારમાં ભીડ રહેતી હોય છે. જેથી ગ્રાહકો અને વેપારીઓમાં જાગૃકતા ફેલાય તે માટે અઠવાડિયાથી ચાર દરવાજા વિસ્તારના બજારોમાં ફરી જે વેપારીએ કે ગ્રાહકે માસ્ક ન પહેર્યું હોય તેમને સમજાવ્યા હતાં. શનિ-રવિવાર હોવાથી વેપાર વિકાસના 6 સભ્યો માઈક સાથે બપોરે 12 વાગે મંગળ બજાર પહોચ્યાં હતાં. જ્યાં એનાઉન્સમેન્ટ કરાયું કે ‘માસ્ક પહેરો અને ડિસ્ટન્સ જાળવો’, ‘જે ગ્રાહકે માસ્ક નથી પહેર્યું અને ખરીદી માટે આવે છે તેમને વેપારીઓ માસ્ક આપે’ ‘શક્ય હોય તો સાંજની ભીડથી બચવા સવારે અને બપોરે ખરીદી કરો’ ‘જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા ટોળામાં ન જાવ’ જેવી સૂચના અપાઈ હતી. મંગળબજારમાં મોટાભાગના ગ્રાહકો હજુ યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી. ધીરે ધીરે લોકોમાં જાગૃકતા આવી રહી છે. આગામી દિવસોમાં રાવપુરામાં જાગૃકતા અભિયાન કરવાનો પ્લાન કર્યો છે.

સોશિયલ મીડિયા પર જાગૃતિ ફેલાવાય છે
વેપાર વિકાસ એસો. દ્વારા વેપારીઓના સોશિયલ મીડિયા ગ્રૂપમાં પણ રોજ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવા જણાવાય છે. જ્યારે ગ્રાહકોને સાંજની ભીડથી બચવા બપોરે અને સવારે ખરીદી કરવા નીકળવાની પણ સલાહ સોશિયલ મીડિયામાં અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો