ભાસ્કર વિશેષ:પ્રેમિકાએ ઘરે આવેલા પ્રેમીને સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું, ચાલુ ઝઘડામાં ચા બનાવતાં ગેસ ઉલળતાં પ્રેમી દાઝ્યો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડે પ્રેમીને રેસ્ક્યૂ કર્યો : પ્રેમિકાએ બનાવ અંગે લેખિત નિવેદનની ના પાડી

શહેરના એકતા નગર પાસે રહેતી પ્રેમિકાના ઘરે મળવા ગયેલા 40 વર્ષીય પરણીત પ્રેમી સાથે પ્રેમિકાને આગળ સંબંધ નહીં રાખવા માટે ઝઘડો થતાં ચા બનાવતી વખતે ગેસ ઉલળીને ઘરવખરી પર પડતા આગ લાગી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશકરોએ મકાનના બીજા માળની બારીમાં જીવ બચાવવા ઉભેલા પ્રેમીને દાઝેલી હાલતમાં રેસ્ક્યુ કરી દવાખાને ખસેડ્યો હતો. પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા નરેશ (નામ બદલેલ છે) નામના યુવાનને એકતા નગર પાસે રહેતી કુંવારી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેને પગલે વહેલી સવારે 7.22 વાગ્યે નરેશ તેને મળવા માટે તેના ઘરે ગયો હતો. પ્રેમિકાએ પ્રેમ સંબંધનો અંત લાવવા માટે નરેશને જણાવ્યું હતું.

જેના પગલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમયે ચા બનાવી રહેલી પ્રેમિકાની સાથે ઝપાઝપી તથા ગેસ ઉલળીને ઘરવખરી ઉપર પડતા આગ લાગી હતી. જેને પગલે નરેશ હાથ ઉપર દાઝી જતા જીવ બચાવી બીજા માળની બારી પર દોડી ગયો હતો. બનાવ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટનાસ્થળે દોડી ગયેલા લાશ્કરોએ પ્રેમીને બચાવી સારવાર માટે ખસેડ્યો હતો. સમગ્ર ઘટના અંગે બાપોદ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે અમે જાણવા જોગ એન્ટ્રી કરી છે અને પ્રેમી ફરી મહિલાના ઘરે ન જાય તે માટે તેના જામીન લેવડાવ્યા છે.

પ્રેમિકાએ પોલીસ કાર્યવાહીની ના પાડી, પોલીસે જામીન લેવડાવ્યા
પ્રેમિકાએ પ્રેમી સાથેના સબંધો પર પૂર્ણવિરામ મુક્યું હતું,આ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો પરંતુ પોલીસે પ્રેમી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને બનાવ અંગે તેણે લેખિત નિવેદન આપવાની ના પાડી હતી. જો કે આગ અને ઝગડા જેવો ગંભીર બન્યો હોવાના કારણે અને આ પ્રકારની ઘટના ફરી ના સર્જાય તે માટે પોલીસે પ્રેમી ફરી પ્રેમિકાના ઘરે નહીં જાય તે માટે તેના જામીન લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...