ભાસ્કર વિશેષ:વડોદરામાં ટ્રાફિક નિયમો પાળનારાને પેટ્રોલની ગિફ્ટ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વાહનચાલકોને નિયમ પાલન માટે પ્રોત્સાહિત કરવા પોલીસની અનોખી ઓફર
  • શિસ્તબદ્ધ વાહનચાલકોને ~100ના પેટ્રોલની કૂપન ભેટ

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણનો પ્રશ્ન હળવો કરવા અનોખુ અભિયાન હાથ ધરાયું છે. વડોદરા ટ્રાફિક પોલીસના ‘મૈં ટ્રાફિક ચેમ્પ અભિયાન’માં ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરનાર રોજ 50 વાહનચાલકની પસંદગી કરી રૂા. 100ના પેટ્રોલની કુપન અપાશે. શહેરના નાગરિકો દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરે એ માટે અભિયાનની ગુરુવારથી શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન હેઠળ સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી શહેરના દરેક વાહનચાલક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. વાહન ચાલક એક જગ્યાએથી નીકળે અને પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચે ત્યા સુધી તેના પર નજર રાખવામાં આવશે, આ દરમિયાન જો તેણે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કર્યું હશે તો તેને ટ્રાફિક ચેમ્પનું સન્માન આપવામાં આ‌‌પવામાં આવશે અને 100 રૂપિયાના પેટ્રોલની કુપન આપવામાં આ‌વશે.

આ અભિયાન હેઠળ પસંદગી કમિટી બનાવવામાં આવી છે, જે દરરોજના 50 વ્યક્તિઓની પસંદગી કરશે, જેમણે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કર્યુ હશે. આ પસંદ થયેલા વાહનચાલકોને રૂા. 100ના પેટ્રોલની કુપન અપાશે. જેનાથી તે નિર્ધારિત કરેલા પંપ પરથી પેટ્રોલ ભરાવી શકશે. અભિયાનમાં પોલીસ, ઓલ માર્કેટીંગ કંપની અને પેટ્રોલ પંપ એસોસિએશન સાથે મળીને કામ કરશે. અભિયાન આખું વર્ષ ચલાવાશે. પેટ્રોલ કુપન સિવાય જે નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેમને રેસ્ટોરન્ટના કુપનો પણ આપવામાં આવશે

‘સિગ્નલ પર વાહન બંધ કરવાથી વર્ષે 73 લિટર પેટ્રોલની બચત’
શહેર પોલીસ કમિશનર સમશેરસિંગે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આ અભિયાનની શરૂઆત કરાઈ છે. જો દરેક નાગરિકો સિગ્નલ પર વાહન બંધ રાખશે તો શહેરમાં એક દિવસમાં 0.15 થી લઈ 0.2 લિટર અને આખા વર્ષ દરમિયાન 73 લિટર જેટલા પેટ્રોલની બચત થશે, જેના કારણે પ્રદૂષણમાં પણ ઘણો ઘટાડો થશે.

આ નિયમો પાળનારાને પેટ્રોલની ગિફ્ટ

  • કારમાં સીટ બેલ્ટ લગાવવો
  • હેલ્મેટ પહેરવું
  • ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું
  • પીળી પટ્ટીની અંદર વાહન પાર્ક કરવું
  • સિગ્નલ પર ડાબી બાજુ વાહનને જવા માટે રસ્તો આપવો
  • વાહનને લગતા તમામ કાગળો સાથે રાખવા સહિતના તમામ નિયમો પાળવા પડશે
અન્ય સમાચારો પણ છે...