એમ.એસ.યુનિવર્સિટી સંચાલિત એકસપરીમેન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પૂર્વ વિદ્યાર્થીઓએ 7 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી 20 કોમ્પ્યુટર ભેટ આપ્યા છે. આ પ્રસંગે ચાન્સેલર શુંભાગીની રાજે ગાયકવાડ, વીસી વિજય શ્રીવાસ્તવ સહિત સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલના 1972 તથા 1978ની બેચના વિદ્યાર્થીઓએ સ્કૂલનુું ઋુણ અદા કરતાં આ ભેટ આપી હતી. 4 લાખ રૂપિયાના 20 કોમ્પ્યુટ લેબમાં આપ્યા હતા. વિદ્યાર્થીઓના યુનિયનને 50 વર્ષ પૂરા થતાં હોય વિદ્યાર્થીઓને સ્કૂલને મદદ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદેશમાં સ્થાયી થયા છે. લેબના ઉદઘાટનમાં ચાન્સેલર રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ, વીસી વિજય શ્રીવાસ્તવ સહિત સિન્ડિકેટ સભ્યો હાજર રહ્યા હતા. સ્કૂલ 1949માં શરૂ થઇ હતી જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ પણ ભણી ચૂક્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.