હુમલો:વડોદરાની નંદેશરી GIDCમાં વેતન મુદ્દે કર્મચારીએ કોન્ટ્રાક્ટરને લાકડાના ડંડા વડે માર માર્યો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
નંદેશરી પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
નંદેશરી પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર.
  • મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

વડોદરા નજીક નંદેશરી જીઆઇડીસીમાં વેતન મુદ્દે કર્મચારીએ કોન્ટ્રાક્ટરને લાકડાના ડંડા વડે માર મારતા મામલો નંદેશરી પોલીસ મથકે પહોંચ્યો હતો . પોલીસે ફરિયાદના આધારે કર્મચારી વિરૂધ્ધ મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અપશબ્દો બોલી માર માર્યો
વડોદરા નજીક રઠીયા પૂરા ગામમાં રહેતા ડાહ્યાભાઈ પરમાર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે . ગઈકાલે સાંજે તેઓ નંદેશરી જીઆઇડીસી ખાતે આવેલી સુદીપ ફાર્મા કંપની પાસે ઊભા હતા. તે સમયે પ્રકાશ ગોહિલ (રહે- નંદેશરી ગામ, વડોદરા )હાથમાં લાકડાનો ડંડો લઈને ધસી આવ્યો હતો .અને" મારો પગાર ક્યારે આપીશ" તેમ જણાવી અપશબ્દો બોલી માર માર્યો હતો. તદુપરાંત નંદેશરી જીઆઇડીસી માં આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી હુમલાખોરે આપી હતી.

પગાર થવા અગાઉ પગાર માગતા બબાલ થઈ
બીજી તરફ લેબર કોન્ટ્રાક્ટર ડાહ્યાભાઈએ જણાવ્યું હતું કે, પગાર થવાની તારીખ અગાઉ પગાર માગતો હોય જે ના આપતા મારી ઉપર હુમલો કર્યો છે. નંદેશરી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.