તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બાથરૂમમાં ગિઝર ફાટતાં દાઝેલા નિવૃત્ત પગીનું મોત, નાહતી વેળા ઇલેક્ટ્રિક ગિઝર ધડાકાભેર ફાટ્યું

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વાઘોડિયા રોડ પર શિવમપાર્કમાં બનેલો બનાવ

વાઘોડિયા રોડ પર શિવમપાર્ક સોસાયટીમાં રહેતા પાલિકાના નિવૃત પગી બાથરૂમમાં નાહવા ગયા ત્યારે અચાનક ઇલેક્ટ્રિક ગિઝર ફાટ્યું હતું. જેમાં ગંભીર રીતે દાઝી જતાં તેમનું સયાજી હોસ્પટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના વાઘોડિયા રોડ પર અંબાલાલ પાર્કની પાછળ શિવમ પાર્ક સોસાયટી આવેલી છે. જ્યાં 62 વર્ષના મનહરભાઈ કિશનભાઇ કહાર રહેતા હતા. તેઓ વડોદરા પાલિકામાં પગી તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારતા હતા.

રવિવારે બપોરે તેઓ નાહવા માટે બાથરૂમમાં ગયા હતા તે સમયે એકાએક ઈલેક્ટ્રિક ગિઝર ધડાકા સાથે ફાટ્યું હતું. ગિઝર ફાટવાનો અવાજ આવતાં તેમના પરિવારજનો બાથરૂમ તરફ દોડી ગયા હતા અને બાથરૂમનો દરવાજો ખોલી મનહરભાઈને બહાર કાઢ્યા હતા. મનહરભાઈ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું સોમવારે સાંજે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો