તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિઃશુલ્ક ઓનલાઈન શિક્ષણ:ધોરણ 11-12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સ ઓનલાઈન ભણી શકશે, સંત જ્ઞાન વત્સલ સ્વામીના હસ્તે ડિજિગુરુ લોન્ચ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિજિગુરુ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ બાળકોનું ભણતર બંધ ન થાય તે માટે સતત પ્રયત્નશીલ

શિક્ષક દિને ગુજરાતના અનુભવી શિક્ષકો દ્વારા મળીને ડિજિટલ ઇન્ડિયાને આગળ ધપાવવા તથા વિદ્યાર્થીને ગુણવત્તા સભર ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી વિદ્યાર્થી નર્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ "ડિજિગુરુ" પ્લેટફોર્મ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન વત્સલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત ધો - 11 અને 12 (સામાન્ય પ્રવાહ)માં સમગ્ર કોર્સ ઓનલાઈન ભણી શકશે.

આ પ્રસંગે સંત જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે. માતા પિતાએ સંસ્કાર સાથે બાળકોને શિક્ષણ આપવું જોઈએ. આ પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા વીડિયો લેક્ચર્સની ખાસિયત છે કે તેને ત્રણ પ્રકારના નિષ્ણાતો તરફથી મંજૂરી મળ્યા બાદ જ લાઈવ કરવામાં આવશે. "ડિજિગુરુ" પ્લેટફોર્મ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત ધો - 11 અને 12 (સામાન્ય પ્રવાહ)માં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સ ઓનલાઈન ભણી શકે તે માટે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન BAPSના સંત જ્ઞાન વત્સલ સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

"ડિજિગુરુ" પ્લેટફોર્મ જરૂરિયાતમંદ બાળકોનું ભણતર બંધ ન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારી કાળમાં જે વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં કમાતી વ્યક્તિ ખોઈ હોય તેમના માટે કોર્સ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીના વાલીઓએ ડિજિગુરુની ટીમને જાણ કરવાની રહેશે.