બજેટ પર સામાન્ય સભા:વડોદરા મહાનગરપાલિકાના 3838 કરોડ રૂપિયાના બજેટ પર ચર્ચા કરવા સામાન્ય સભા શરૂ, આવતીકાલ સુધીમાં બજેટ મંજૂર કરાશે

વડોદરા6 મહિનો પહેલા
વડોદરા મહાનગરપાલિકાની કચેરી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી (ફાઇલ તસવીર)
  • સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલે સભા અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યું હતું

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલું 3838 કરોડ રૂપિયાનું બજેટ આજથી શરૂ થયેલી બજેટ અંગેની સામાન્ય સભામાં સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા મંજુરીની અપેક્ષાએ રજૂ કરવામાં આવશે. આ બજેટ ચર્ચાના અંતે આવતીકાલ શનિવારે મોડી રાત સુધીમાં મંજૂર કરવામાં આવશે. આજે સવારે 10:30 કલાકથી સયાજી સભાગૃહ, ખંડેરાવ માર્કેટ ખાતે શરૂ થઇ છે.

દર વિનાના બજેટથી શહેરીજનો પર આર્થિક ભારણ વધશે નહીં
સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા સભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિના અધ્યક્ષે રજૂ કરેલા બજેટ અંગે પોતાની આપેલી સ્પીચમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વધારો કરી રૂપિયા 3838 કરોડનું બજેટ સ્થાયી સમિતીમા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ વડોદરા શહેરના સર્વાગી વિકાસલક્ષી ગણાવ્યું હતું. સાથે કર દર વિનાના બજેટથી શહેરીજનો ઉપર આર્થિક ભારણ વધશે નહીં.

પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા ગામોમાં સુવિધાઓ આપવાનું આયોજન
બજેટમાં વડોદરા કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલા ગામોમાં પાયાની તમામ સુવિધાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે બજેટ અંગેની પુરક માહિતી સભા અધ્યક્ષ અને સભાસદોને આપી હતી. તેમણે વડોદરાના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા નાણાંકીય સ્ર્તોત કેવી રીતે ઉભા કરવામાં આવશે ત અંગેની માહિતી પણ પૂરી પાડી હતી.

ગઇકાલે લતા મગેશકર અને ઉપેન્દ્રસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ અપાઇ હતી
નોંધનિય છે કે, બજેટ સભાની શરૂઆત તા. 17 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ, સ્વર કોકિલા લતા મગેશકર અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલના દુઃખદ અવસાનના પગલે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા બે મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી.

બજેટ ઉપર ચર્ચા શરૂ થઇ
વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કોર્પોરેશનનું વર્ષ 2022-23ના 3800 કરોડ ઉપરાંતના કર દરમાં સુધારો કર્યાં વિનાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. જેમાં ચર્ચાના અંતે 3838 કરોડનું બજેટ મજુર કરવામાં આવ્યું હતું. જે બજેટ સંદર્ભે સામાન્ય સભામાં ચર્ચા કરવા શાસક પક્ષ દ્વારા 3 અને વિપક્ષ દ્વારા 314 મળીને કુલ 317 દરખાસ્તો સમગ્ર સભામાં રજૂ કરવામાં આવી છે. આજથી આ બજેટ ઉપર ચર્ચા શરૂ થઇ છે. આવતીકાલ શનિવારે મોડી રાત સુધીમાં બજેટ મંજૂર કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...