તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:ખેલૈયા વિના ગરબા મેદાન સૂનાં, માતાજીની આરાધના માટે વિશેષ પંડાલ ઊભા કરાયા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. સરકારે જાહેરમાં ગરબા રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને 200 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે આરતી પુજા કરવાની પરવાનગી આપી છે. ત્યારે શહેરના ગરબા આયોજકોએ માતાજીની પ્રતિમાની સ્થાપના કરીને પુજા અર્ચના કરી હતી.

યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા છેલ્લા 33 વર્ષથી ગરબા રમાડવામાં આવે છે. હજારોની સંખ્યામાં ખલૈયાઓ એક ગ્રાઉન્ડ પર ગરબે ઘુમે છે. આયોજક હેમંત શાહે જણાવ્યું હતું કે, 33 વર્ષની પરંપરા જાળવવા યુનાઇટેડ વે ઓફ બરોડાની ટીમ દ્વારા માતાજીની પુજા અર્ચના માટે ફક્ત મુર્તિની સ્થાપના કરાઇ છે. જેમા ફક્ત ટીમના સભ્યોની હાજરીમાં પુજા અને આરતી કરવામાં આવી રહી છે.

કોરોના મહામારીના કારણે આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ શહેરના ગરબા આયોજકો પૈકી અડુકિયો દડુકિયો, વી એન એફ, અને કારેલીબાગ સ્પોર્ટસ કલ્ચરના આયોજકો દ્વારા એક જ સ્થળે માતાજીની મૂર્તિની સ્થાપના કરી સરકારના નિયમો સાથે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો