તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 5 સેકન્ડમાં ચોરી:વડોદરામાં ધોળે દિવસે કારનો કાચ તોડીને ગઠિયાએ 55 હજાર રૂપિયાની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

વડોદરા17 દિવસ પહેલા
  • કામ પતાવીને પરત ફરતી વેળાએ કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તૂટેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા

વડોદરા શહેરમાં ધોળે દિવસે રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને ગઠિયો 55 હજાર રૂપિયાની ચોરી ફરાર થઇ ગયો હતો. ગઠિયાએ માત્ર 5 સેકન્ડમાં જ કારનો કાચ તોડીને ચોરી કરી દીધી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધીએ તપાસ હાથ ધરી છે.

કારનો કાર તૂટેલો જોઇને માલિક ચોંકી ઉઠ્યા
કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના સયાજીપુરા ટાઉનશીપ વિસ્તારમાં માર્કેટ રોડ પર 27 વર્ષિય દર્શીલ ભુપેન્દ્રભાઇ શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ સોમવારે સવારે મિત્રને મળવાનું હોવાથી ઘરેથી રૂ. 55 હજાર લઇને નિકળ્યા હતા. મિત્રને મળીને સંગમ નજીક આવેલા કવિતા નર્સિંગ હોમમાં ડોક્ટરનું કામ હોવાને કારણે તેઓ રોડ સાઇડ પર ગાડી પાર્ક કરીને કામ અર્થે ગયા હતા. કામ પતાવીને પરત ફરતી વેળાએ તેમની ગાડીનો ડ્રાઇવર સાઇડનો કાચ તૂટેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા અને ગાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલા રોકડા રૂપિયા 55 હજાર ગાયબ થયેલા જોવા મળ્યા હતા.

કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધીએ તપાસ હાથ ધરી
કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધીએ તપાસ હાથ ધરી

CCTVની તપાસ કરતા ગઠિયો ચોરી કરતો દેખાયો
આ મામલે CCTV ફુટેજની ચકાસણી કરતા દોઢ વાગ્યાની આસપાસ દર્શિત શાહની ગાડી નજીકથી કોઇ અજાણ્યો વ્યક્તિ પસાર થાય છે. વ્યક્તિ આગળ ગયા બાદ પાછો ફરે છે અને ગાડીના કાચને તોડીને ગણતરીની સેકન્ડોમાં રૂપિયા ભરેલી થેલી લઇને સામેની સાઇડ જતો રહે છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

ગણતરીની સેકન્ડોમાં રૂપિયા ભરેલી થેલી લઇને સામેની સાઇડ જતો રહે છે
ગણતરીની સેકન્ડોમાં રૂપિયા ભરેલી થેલી લઇને સામેની સાઇડ જતો રહે છે

પોલીસે ગુનો નોંધીને ગઠિયાની શોધખોળ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત ઘોળે દહાડે થયેલી ચોરીની ઘટનામાં પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. હવે આ કિસ્સામાં પોલીસ કેટલા સમયમાં આરોપીઓને પકડે છે તે જોવું રહ્યું. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...