તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નટવરનગર ગામમાં વૃદ્ધાને સોનાની ચેઇન ધોઇ આપવાના બહાને ટોળકી 50 રૂપિયા હજારની કિમતની અસલી ચેઇન તફડાવી નકલી સોનાની ચેઇન પધરાવી દીધી હતી. ગામમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે. ટોળકી તાંબા પિતળના વાસણોનું લિક્વિડ વેચવાના નામે આવ્યા હતા અને વૃદ્ધાને નકલી ચેઇનની ખબર પડી જતા બુમરાણ મચાવતા ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી.
ઠગ ત્રિપુટીએ વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે વાટકી મંગાવી
નટવરનગર ગામમાં 85 વર્ષિય કનુબેન રામસિંહ છાસટીયા રહે છે. 5 એપ્રિલના રોજ સવારે ગામમાં મોટર સાઇકલ ઉપર ત્રણ યુવાનો આવ્યા હતા. અને વૃધ્ધા કનુબેન છાસટીયાના ઘર પાસે મોટર સાઇકલ ઉભી કરી દીધી હતી. ત્રિપુટી પૈકી એક ઠગ યુવાન વૃદ્ધા કનુબેન પાસે ગયો હતો. અને તેઓને સોનાની ચેઇન ચમકાવી આપવા માટે જણાવ્યું હતું. વૃદ્ધાએ ટોળકી ઉપર વિશ્વાસ મૂકીને ચેઇન ધોવા માટે આપી હતી. ઠગ ત્રિપુટીએ વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે વાટકી મંગાવી હતી.
50 હજારની કિમતની અસલી સોનાની ચેઇન લઇને ફરાર
દરમિયાન ઠગ ત્રિપુટી પૈકી બે યુવાનોએ હાથ ચાલાકીથી વૃદ્ધા કનુબેનની બે તોલા વજનની રૂપિયા 50 હજારની કિમતની અસલી સોનાની ચેઇન તફડાવી લીધી હતી અને નકલી ચેઇન વૃદ્ધાને પકડાવી દીધી હતી. જોકે વૃદ્ધાએ બુમચાણ મચાવતા ટોળકી ફરાર થઇ ગઇ હતી.
ચેઇન નકલી હોવાની જાણ થતાં ચોકી ઉઠ્યા
કનુબેનને ચેઇન નકલી હોવાની જાણ થતાં ચોકી ઉઠ્યા હતા. તે સાથે આ બનાવની જાણ ગામમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન કનુબેન છાસટીયાએ આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.