ધરપકડ:રથયાત્રામાં મહિલાનું મંગળસૂત્ર ચોરનાર ગેંગ ઝબ્બે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભગવાન જગન્નાથની 1 જુલાઈના રોજ યોજાયેલી રથયાત્રામાં ભીડનો લાભ લઈને મહિલાનું મંગળસુત્ર ચોરી કરનારી ગેંગના 6 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.ગેંગના 6 આરોપી અમદાવાદ થી વડોદરા આવી બાકી સાથીદારો સાથે રથયાત્રામાં ચેઈનસ્નેચીંગ માટે ઘુસ્યાં હતાં. 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા મહિલા રાવપુરા ઓપ્ટીક પેલેસ સામે રોડ પર સાંજના 5 વાગે પહોચ્યાં હતાં.જ્યાં રથ પસાર થઈ ગયા બાદ પ્રસાદની ગાડી પાસે પ્રસાદ લેવા જતા ભીડનો લાભ લઈને અજાણ્યા વ્યક્તિએ મહિલાનું મંગળસુત્ર ખેંચી લીધું હતું.જે અંગે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી.

પોલીસે બાતમી આધારે મનોજ ઉર્ફે વજીર કાળીદાસ દેવીપૂજક ( રહે-પાણીગેટ), જયદેવ ઘનશ્યામભાઈ મારવાડી (રહે-ગોરવા), નિતીન અમૃતભાઈ દંતાણી (રહે-અમરાઈવાડી,અમદાવાદ), વિષ્ણુ હિરાભાઈ દેવીપુજાક (રહે-ગોરવા), રમણભાઈ અંબાલાલ દંતાણી (રહે-અમરાઈવાડી,અમદાવાદ)નિતીન ઉર્ફે અનીલ રાજુભાઈ દંતાણી (રહે-વાસણા- વાલડી રોડ,અમદાવાદ)ને ઝડપી પાડયા હતા.આ ટોળકીએ કમાટીબાગથી રથયાત્રાની જનમેદનીમાં ઘુસીને ચેઈન સ્નેચીંગ તેમજ અન્ય ગુના આચરવાનો ગેંગનો ઈરાદો હતો.

પોલીસે સોનાનું મંગળસુત્ર કબજે કર્યું હતું. ઝડપાયેલા આરોપી મનોજ દેવીપુજક સામે વડોદરા પશ્ચિમ રેલ્વે પોલીસમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે નિતીન દંતાણી સામે ભરૂચના કાવી પોલીસ મથકમાં 1 ગુનો અને અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકમાં 1 ગુનો નોંદાયો છે.જ્યારે આરોપી રમણ દંતાણી સામે ભરૂચના કાવી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...