સામૂહિક દુષ્કર્મ:વડોદરાના ડેસરમાં લગ્ન માણી રહેલી 13 વર્ષની વિદ્યાર્થિનીને ખેંચી જઈને 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું, બેન્ડવાજાના ઘોંઘાટમાં પીડિતાની ચીસો દબાઈ ગઈ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓની ફાઇલ તસવીર - Divya Bhaskar
દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓની ફાઇલ તસવીર
  • ડેસર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં રાત્રિના સમયે 3 નરાધમોએ 13 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે અને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

'ચાલ મારી સાથે એમ જણાવી નરાધમ કિશોરીનો હાથ પકડીને અંધારામાં ખેંચી ગયો
ગુરુવારે રાત્રે ડેસરના નાનકડા ગામમાં લગ્ન હોવાથી વરઘોડો નીકળ્યો હતો. ધોરણ-8માં અભ્યાસ કરતી ગામની કિશોરી વરઘોડામાં સામેલ થઇ હતી અને રાત્રે 9 વાગ્યાના અરસામાં મંદિર પાસે વરઘોડો રોકાયો હતો, ત્યાં સગીરા મંદિરના ઓટલા ઉપર બેઠી હતી, એ દરમિયાન ગામનો ચિરાગ બાબુભાઇ માછી તેની બાજુમાં ઓટલા ઉપર આવીને બેસી જઈને 'ચાલ, મારી સાથે એમ જણાવી સગીરાનો હાથ પકડી મંદિરની પાછળના ભાગે અંધારામાં ખેંચીને લઇ ગયો હતો. બેન્ડવાજાના સ્પીકરનો અવાજ હોવાથી ગામની બીજી કોઈ વ્યક્તિ જાણે એ પહેલાં ગામના બીજા હવસખોર યુવાનો ભૂપેન્દ્ર કાંતિભાઈ માછી અને પરેશ ઉર્ફે બટાકી મનુભાઇ માછી પણ નક્કી કરેલી જગ્યા ઉપર જઈ ચઢ્યા હતા.

રાત્રિના સમયે 3 નરાધમોએ 13 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું(પ્રતિકાત્મક તસવીર)
રાત્રિના સમયે 3 નરાધમોએ 13 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું(પ્રતિકાત્મક તસવીર)

ભૂખ્યા વરુની જેમ વારાફરતી ત્રણે નરાધમ સગીરા પર તૂટી પડ્યા
મંદિરની પાછળ આવેલા સૂમસામ ખેતરમાં સગીરાને લઇ જઇને ત્રણેય હવસખોરોએ ભેગા મળીને તેને પકડી રાખી ચિરાગે સગીરાનાં કપડાં ઉતારી નાખ્યા હતા અને ભૂખ્યા વરુની જેમ વારાફરતી ત્રણે નરાધમ સગીરા પર તૂટી પડ્યા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. નાના છોકરાઓની ચહલપહલ અને બૂમાબૂમ થતાં ઘટનાસ્થળેથી ચિરાગ, ભૂપેન્દ્ર અને પરેશ ઉર્ફે બટાકી ભાગી છૂટ્યા હતા

ત્રણેય આરોપીઓ ઝડપાયા
ધોરણ-8માં અભ્યાસ કરતી સગીરાનાં માતા-પિતાને જાણ થતાં તેઓ બેબાકળા બની ગયાં હતાં. તેમના ફૂવા દીકરીને ઘરે લાવ્યા હતા. સગીરાએ નામો જણાવતાં આરોપીઓના ઘરે તપાસ કરી હતી, પરંતુ, ત્રણેય હવસખોર ભાગી છૂટયા હતા. કિશોરીના પિતાએ 181 પર ફોન કરી વિગતે જાણ કરી હતી. ડેસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રાત્રિ દરમિયાન એક આરોપી પરેશ ઉર્ફે બટાકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે આજે વધુ એક આરોપી ચિરાગ બાબુભાઈ માછી અને ભુપેન્દ્ર માછીની પોલીસે ધરપકડ કરી છે.

ડેસર પોલીસ સ્ટેશન
ડેસર પોલીસ સ્ટેશન

ગુનાહિત કૃત્ય આચરનારને સખતમાં સખત સજાની ગ્રામજનોની માગણી
નાનકડા ગામમાં રાત્રિ દરમિયાન સામૂહિક બળાત્કારની ઘટના બનતાં ડેસર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક નાગરિકો આરોપીઓ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને આવા ગુનાહિત કૃત્ય આચરનારને સખતમાં સખત સજા થાય એવી ગ્રામજનો માગણી કરી રહ્યા છે. ડેસર પોલીસે IPC કલમ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(અહેવાલઃ ઝાકિર દીવાન, ડેસર)

અન્ય સમાચારો પણ છે...