તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દવા બનાવવા 'ઘો'નો શિકાર:વડોદરના શિનોરમાં શરીરના દુખાવાની દવા બનાવવા 'પાટલા ઘો'નો શિકાર કરતી ગેંગનો પર્દાફાશ, 11 મૃત ઘો સાથે 2 શિકારી ઝડપાયા

વડોદરા3 મહિનો પહેલા
  • પાટલા ઘોનો શિકાર કરીને દવા બનાવવાના વાઇરલ થયેલા વીડિયોના આધારે રેકેટ ઝડપાયું
  • શિનોર RFO અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે તપાસ શરૂ કરતા પાટલા ઘોના શિકાર કરતી ગેંગ ઝડપાઇ
  • શરીરના દુખાવાની તૈયાર કરેલી દવાઓ કેટલા રૂપિયામાં ક્યાં વેચાણ કરતાં હતાં તે અંગેની તપાસ શરૂ

શરીરના દુખાવાની દવા બનાવવા માટે જંગલોમાંથી પાટલા ઘોનો શિકાર કરી મારી નાખીને પાટલા ઘોમાંથી દવા બનાવતી ટોળકીનો શિનોર વન વિભાગે પર્દાફાશ કર્યો છે. વડોદરા જિલ્લાના શિનોર વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે પાટલા ઘોના વાઇરલ થયેલા વીડિયોના આધારે 11 મરેલી પાટલા ઘો સાથે બે શિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

શિનોર RFO અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે તપાસ શરૂ કરી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તવરા ગામમાં પાટલા ઘોને મારીને તેમાંથી દવાઓ બનાવવામાં આવતી હોવાનો વીડિયો શિનોર પંથકમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ થયેલા વીડિયોના આધારે શિનોર RFO સંજય પ્રજાપતિ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરત મોરીએ તપાસ શરૂ કરી હતી.

11 મરેલી પાટલા ઘો સાથે બે શિકારીની ધરપકડ
11 મરેલી પાટલા ઘો સાથે બે શિકારીની ધરપકડ

11 મૃત ઘો સાથે 2 શિકારી ઝડપાયા
દરમિયાન, વાઇરલ થયેલો વીડિયો શિનોર તાલુકાના તવરા ગામનો હોવાનું તપાસમાં બહાર આવતા શિનોર RFO અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ તમારા ગામમાં પહોંચી ગઈ હતી અને પાટલા ઘોમાંથી શરીરના દુખાવાની દવાઓ બનાવવા માટે જંગલમાંથી પાટલા ઘોનો શિકાર કરીને લઇ આવેલા કમલેશ અને દશરથની ધરપકડ કરી હતી. RFOએ કમલેશના ઘરમાંથી 7 પાટલા ઘો અને દશરથના ઘરમાંથી 4 પાટલા ઘો મળી કુલ 11 મૃત પાટલા ઘો કબજે કરી હતી. શિનોર વન વિભાગે બંને શિકારી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટોળકીએ અગાઉ કેટલી વખત પાટલા ઘોનો શિકાર કર્યો છે, તેની તપાસ શરૂ
શિનોર RFO સંજય પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાટલા ઘોનો શિકાર કરી મોતને ઘાટ ઉતારીને ઘરે લાવનાર કમલેશ અને દશરથની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, પાટલા ઘોમાંથી શરીરના દુખાવાની દવા બનાવવામાં આવતી હતી. આ ટોળકી અગાઉ કેટલી વખત દવા બનાવવા માટે પાટલા ઘોનો શિકાર કર્યો છે અને તેઓ શરીરના દુખાવો બંધ કરવા માટેની તૈયાર કરાતી દવાઓ કેટલા રૂપિયામાં ક્યાં વેચાણ કરતાં હતાં તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે.

શરીરના દુખાવાની તૈયાર કરેલી દવાઓ કેટલા રૂપિયામાં ક્યાં વેચાણ કરતાં હતાં તે અંગેની તપાસ શરૂ
શરીરના દુખાવાની તૈયાર કરેલી દવાઓ કેટલા રૂપિયામાં ક્યાં વેચાણ કરતાં હતાં તે અંગેની તપાસ શરૂ

મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા
નોધનિય છે કે બંને શિકારીની ઘનિષ્ઠ પૂછપરછમાં ચોકાવનારી વિગતો બહાર આવવા સાથે પાટલા ઘોમાથી શરીરનો દુખાવો બંધ કરવાની દવાઓ બનાવવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પાટલા ઘોમાંથી શરીરનો દુખાવો બંધ થવા માટેની બનાવવામાં આવતી દવાઓના રેકેટનો પર્દાફાશ થતાં શિનોર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. શિનોર વનવિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા આ રેકેટ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...