તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગણેશોત્સવમાં પોલીસ ડ્રોન દ્વારા નજર રાખશે, ગણેશ મંડળો સાથે પોલીસની બેઠક

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાઇડલાઇન મુજબ તહેવાર ઊજવવા સૂચના

10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશોત્સવમાં સરકારની ગાઇડલાઇન અનુસાર તહેવારની ઉજવણી કરવા પોલીસ દ્વારા વારસિયા, વાડી સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળોના આયોજકો સાથે મીટીંગો યોજી હતી. જેમાં પોલીસે ગણેશ મંડળના આયોજકોને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પણ વાંચી સંભળાવી હતી. બીજી તરફ ગણેશ મંડળના આયોજકોએ પણ ગાઈડલાઈન અનુસાર જ તહેવાર ઉજવશે તેમ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું. પોલીસ દ્વારા ગણેશોત્સવમાં ગાઈડલાઈનનું પાલન તેમજ સુરક્ષા કારણોસર પહેલી વખત ડ્રોનથી નજર રાખશે.

શનિવારના રોજ પોલીસ કમિશનર શમશેરસિંઘ તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાની હાજરીમાં પોલીસે સુરસાગરના ગેટ નંબર 1 થી ડ્રોન ઉડાવી ગણેશોત્સવમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે ચકાસ્યું હતું.પોલીસ કમિશનર દ્વારા 9થી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશ મહોત્સવ અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટ અને ઘરમાં મહત્તમ 2 ફુટની મૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે.

મંડપમાં સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરવાના રહેશે. સાર્વજનીક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે, પરંતુ સાસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. આ ઉપરાંત મહત્તમ 15 વ્યક્તિની મર્યાદામાં ફક્ત 1 જ વાહન મારફતે સ્થાપન અને વિસર્જન કરી શકાશે.ગણેશ મહોત્સવના તહેવારો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાતે 12 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ગણેશ પંડાલોમાં રાતે 11 સુધી દર્શન ચાલુ રાખી શકાશે.

અન્ય સમાચારો પણ છે...