તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશોત્સવ:ગણેશ પંડાલ વધુમાં વધુ 300 ચોરસ ફૂટ સુધીનો રાખી શકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇઝ નક્કી કરવા મંત્રીની રજૂઆત બાદ નિર્ણય
  • શ્રીજી વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવા મેયરને સૂચન

10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવમાં ગણેશ મંડળો 300 ચોરસ ફૂટનો પંડાલ બાંધીને તેમાં 4 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી શકશે. નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલે બુધવારના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં ગણેશોત્સવની ઉજવણીમાં ગણેશ પંડાલની મહત્તમ સાઈઝ નક્કી કરવા રજૂઆત કરી હતી. જે બાદ બેઠકમાં ગણેશ મંડળો મહત્તમ 300 ચોરસ ફૂટનો પંડાલ બાંધી શકશે તેવો નિર્ણય લેવાયો હતો.

બીજી તરફ ગણેશવિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવ ઉભા કરવા માટે યોગેશ પટેલે મેયરને પત્ર લખીને સુચન કર્યું છે. નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલે આગામી ગણેશોત્સવ લોકો ગાઈડલાઈનનું પાલન કરીને ઉજવી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. જેને પગલે જ મંગળવારે રાતે જન્માષ્ટમી અને ગણેશોત્સવ નિમિત્તે સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી. બીજી તરફ શ્રીજીની પ્રતિમાઓનું આદરભર્યું વિસર્જન શક્ય બને અને ભક્તોની સુવિધા સચવાય તે માટે મંત્રી યોગેશ પટેલે મેયર કેયુર રોકડીયાને પત્ર લખીને કૃત્રિમ તળાવો બનાવવા માટે સુચન કર્યું છે.

રોડ પર મૂકેલા તાજિયા તળાવમાં ઠંડા કરાયા
20 ઓગષ્ટે મહોરમ નિમિત્તે તાજીયા ઠંડા કરવાના હતાં. પરંતુ તાજીયાનું જળ વિસર્જન શક્ય બન્યું ન હતું.ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાને રોડ પર મુકી રાખ્યા હતાં. આ અંગે મુસ્લિમ બિરાદરો દ્વારા યોગેશ પટેલને રજૂઆત કરતા તેમણે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરીને ફતેપુરા, નવાપુરા, મચ્છી પીઠ, વાડી, નાગરવાડા વિગેરે જેવા વડોદરા શહેરના વિસ્તારોના તાજીયા સરસીયા તળાવ ખાતે તેમજ તાંદલજા અને અન્ય વિસ્તારોના તાજીયા સીંઘરોટ પાસે ઠંડા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...