ઓનલાઇન સટ્ટો:વડોદરામાં IPLની ફાઈનલ ક્રિકેટ મેચ ઉપર વેબસાઇટના માધ્યમથી મોબાઈલ ફોનમાં સટ્ટો રમાડતો એક ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા સિટી પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વડોદરા સિટી પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર.
  • 2.64 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરામાં ચેન્નઇ સુપરકિંગ વર્સીસ કોલકત્તા નાઈટ રાઈડર્સની ફાઈનલ ક્રિકેટ મેચ ઉપર વેબસાઇટના માધ્યમથી મોબાઈલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમાડતો વારસિયા વિસ્તારના હર્ષ નેજામાંને પોલીસે ઝડપી પાડ્યો હતો. 2.64 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો
વડોદરા શહેર સિટી પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, વારસિયા વિસ્તારમાં આવેલા જુના આરટીઓ પાસેની વેદમાતા ગાયત્રી સોસાયટીના મકાન નંબર 40 માં રહેતો હર્ષ રાજુભાઈ નેજામાં પોતાના ઘરે આઇપીએલ ટી 20 ચેન્નઈ સુપર કિંગ વર્સીસ કોલકત્તા નાઈટ રાઈડર્સ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી હર્ષ નેજામાંને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો.

વેબસાઈટમાં અલગ-અલગ આઇડી બનાવી સટ્ટો રમાડાતો હતો
આરોપીના મોબાઇલ ફોનમાંથી અલગ-અલગ વેબસાઈટમાં અલગ-અલગ આઇડી બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવી વેબસાઇટ વડે ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની વિગતો સપાટી પર આવી હતી. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 40 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તથા ક્રિકેટ સટ્ટાના રોકડા રૂપિયા 2,24,550 મળી કુલ 2,64,550 ની મતા કબજે કરી આરોપીની જુગારધારાની કલમો હેઠળ અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક કેનેરા બેંક ખાતાધારક શખ્સને વોન્ટેડ જાહેર કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.