તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:યાકુતપુરામાં 80 વર્ષ જૂના મકાનની ગેલેરી ધરાશાયી

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરના યાકુતપુરામાં સરસિયા તળાવની પાળ નજીક આવેલા હરિજનવાસમાં સાંજના સમયે જર્જરિત બહુમાળી મકાનની લોબીનો ભાગ એકાએક ધરાશાયી થતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

યાકુતપુરા સરસિયા તળાવ નજીક હરિજનવાસમાં 80 વર્ષ જૂનું બહુમાળી મકાન આવેલું છે. મકાનમાં નીચેના ભાગે 3 પરિવાર તથા પહેલા અને બીજા માળે 2 પરિવાર રહે છે. રવિવારે સાંજે આ મકાનની લોબીનો ભાગ ધરાશાયી થતાં ત્યાં રહેતા પરિવારોમાં ગભરાટ સાથે નાસભાગ મચી હતી. લોબી પડવાનો અવાજ થતાં જ આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

ઘટનાના પગલે ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરબ્રિગેડે જર્જરિત મકાન હોવાથી પાલિકાની નિર્ભયતા શાખાનું ધ્યાન દોરતાં તેઓની એક ટીમ ત્યાં પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો