શિક્ષણ:FYBComમાં હજુ 4500 છાત્રોનાં ડોક્યૂમેન્ટ અધૂરાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જરૂરી દસ્તાવેજો 20 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવા માટે વિદ્યાર્થીઓને સત્તાધીશોની તાકીદ

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં 4500 જેટલા વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ બાકી હોવાની વિગતો બહાર આવી છે. દસ્તાવેજો જમાવવા કરાવવા માટે વિદ્યાર્થીઓને 20 સપ્ટેમ્બર સુધીની મુદત અપાઈ છે.કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સ્ક્રૂટીની દરમિયાન 4500 જેટલા વિદ્યાર્થીઓ એવા જણાઇ આવ્યા હતા કે જેમના દ્વારા અધૂરા ડોકયુમેન્ટ આવ્યા છે. કોમર્સના સત્તાધીશો દ્વારા આ વિદ્યાર્થીઓને એસએમએસના માધ્યમથી વહેલી તકે ડોકયુમેન્ટ જમા કરાવવા માટેની તાકીદ કરી છે. વિદ્યાર્થીઓને ડોકયુમેન્ટ જમા કરાવવા માટે 20 સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો છે.

જયાં સુધી વિદ્યાર્થીઓનો ડોકયુમેન્ટ જમા નહિ થાય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને એફવાય બીકોમમાં પ્રવેશ મળી શકશે નહિ. વિદ્યાર્થીઓના જે ડોકયુમેન્ટ અધૂરા રહ્યા છે તેમાં એલસી,ગેપ સર્ટિફીકેટ,રીઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નોન ક્રીમીલેયર સર્ટિફીકેટ મૂકવાના બાકી છે. ઇડબ્લુએસના વિદ્યાર્થીઓ માટે આવકનો દાખલો જમા કરાવવાના બાકી છે. અગાઉ પ્રથમ સ્ક્રૂટીનીમાં જ 2500 જેટલા વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ બાકી હોવાનું જણાઇ આવ્યું હતું. એફવાય બીકોમમાં પ્રવેશપત્ર ભરવા માટે તારીખ લંબાવીને 25 સપ્ટેમ્બર કરાઇ છે. એફવાય અને એસવાય બીકોમના એડમીશન ફી ભરવા માટે પણ 25 સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...