શિક્ષણ:ઇન્ટરનલ પરીક્ષાને પગલે એફવાયનો સમય બદલાયો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સની મીડ સેમ પરીક્ષા 20 માર્ચથી લેવાશે
  • એસવાયની​​​​​​​ પરીક્ષા 4થી 4.45 વાગ્યે લેવાશે

એમ.એસ.યુનિની કોમર્સ ફેકલ્ટીની ઇન્ટરનલ પરીક્ષા 20 માર્ચથી શરૂ થશે. જેને પગલે એફવાય બીકોમનો સમય 11.30થી 2.30 કરાયો છે. એસવાયની પરીક્ષા બપોરે 4થી 4.45 વાગ્યે એમસીકયુથી લેવાશે.કોમર્સ ફેકલ્ટીની ઇન્ટરનલ પરીક્ષા 20 માર્ચથી શરૂ થશે. જેને પગલે એફવાયનો સમય બદલાયો છે. એસવાયની પરીક્ષા 20 માર્ચથી 29 માર્ચ સુધી લેવાશે. ત્યારે એફવાય બીકોમનો સમય બદલવામાં આવ્યો છે. એફવાય બીકોમ બપોરની જગ્યાએ સવારે 11.30થી બપોરે 2.30 સુધીનો કરવામાં આવ્યો છે.

એસવાયની પરીક્ષા બપોરે 4થી 4.45 વાગ્યાના સમયગાળા દરમિયાન લેવામાં આવશે. એસવાય બીકોમની ઇન્ટરનલ પરીક્ષા એમસીકયુ પધ્ધતિથી લેવામાં આવનાર છે. કોરોના દરમિયાન ઓનલાઇન મોડથી પરીક્ષાઓ લેવામાં આવતી હતી તે સમયે એમસીકયુ પધ્ધતિની પેપર સ્ટાઇલ શરૂ કરવામાં આવી હતી. જોકે હવે કોરોના કાળ પૂરો થઇ ગયો છે અને તમામ ફેકલ્ટીઓમાં સામાન્ય રીતે લેવામાં આવતી પધ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાઇ રહી છે જોકે કોમર્સમાં હજુ પણ ઇન્ટરનલ પરીક્ષાઓ એમસીકયુ પધ્ધતિથી લેવામાં આવી રહી છે. નવા શૈક્ષણિક સત્રથી એમસીકયુ એમસીકયુ પધ્ધતિ હટાવાય તેવી શકયતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...