વડોદરા:MS યુનિ.માં એફ.વાય અને એસ.વાયની પરીક્ષા નહીં લેવાય, ડિટેન્શન પોલિસી સાથે ફક્ત છેલ્લા વર્ષની પરીક્ષા 20 જુલાઇથી લેવાશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં બે માસ બાદ આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિન્ડીકેટની મળેલી બેઠકમાં નિર્ણયો લેવાયા
  • FY, SY અને ટેક્નોલોજી-ફાર્મસીમાં ત્રીજા વર્ષની પરીક્ષા નહીં લેવાય, ઇન્ટરનલ માર્કસ, અગાઉના સેમિસ્ટરના રિઝલ્ટનું સરેરાશ પરિણામ તરીકે જાહેર કરાશે

કોરોના વાઈરસની મહામારીના કારણે કરવામાં આવેલા લોકડાઉનના બે માસ બાદ આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક મળી હતી. બેઠકમાં નો ડિટેન્શન પોલિસી સાથે ફક્ત છેલ્લા વર્ષની પરીક્ષાઓ 20 જુલાઇથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જે-તે સમયે કોરોના વાઈરસની સ્થિતિ સારી નહીં હોય તો તે સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
બે માસ બાદ આજે સોશિયલ ડિસ્ટન્સનના પાલન સાથે મળેલી એમ.એસ. યુનિવર્સિટીની મળેલી સિન્ડીકેટ લેવામાં આવેલા નિર્ણય નીચે મુજબ છે
1) યુ.જી. બેચલર ડીગ્રીના અંતિમ વર્ષ તથા પી.જી. માસ્ટર્સમાં બંને વર્ષની પરીક્ષા લેવાશે. આ બંને કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓની ATKT બાકી હશે તો તેની પણ પરીક્ષા લેવામાં આવશે.
2) પરીક્ષાઓ 20 જુલાઇથી શરૂ થશે અને 5 જૂન સુધીમાં ટાઇમ ટેબલ તથા સિલેબસ જાહેર કરવામાં આવશે. 14 માર્ચ સુધી કોલેજમાં ભણાવેલ ટોપીક જ સિલેબસમાં ગણાશે. ઓનલાઇન ક્લાસિસમાં ભણાવેલા કોર્સ પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં.
3) 20 જુલાઇએ યોજાનાર પરીક્ષા દિવસમાં ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. દરેક શિફ્ટની પરીક્ષા પહેલાં ક્લાસ રૂમને સેનેટાઇઝ કરવામાં આવશે. 
4) વિશેષ કિસ્સામાં બહાર ગામ પોતાના ઘરે રહેલા તથા પરીક્ષા દરમિયાન જે ન પહોંચી શકે તેવા વિદ્યાર્થીઓની વિશેષ પરીક્ષા ઓક્ટોબર માસમાં લેવામાં આવશે તથા તેમને રેગ્યુલર ટ્રાયલ જ ગણવામાં આવશે.
5) એફ.વાય., એસ.વાય. અને ટેકનોલોજી-ફાર્મસીમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે નહીં. તેમના સેમિસ્ટરના ઇન્ટરનલ પરીક્ષાના માર્કસના 50 ટકા તથા અગાઉના સેમિસ્ટર એન્ડ પરીક્ષાના રિઝલ્ટના 50 ટકાનું સરેરાશ પરિણામ તરીકે જાહેર કરવામાં આવશે.
6) વિદ્યાર્થીને આ પરિણામમાં સુધારો કરવો હોય તો તેમના માટે ઓક્ટોબર માસમાં પરીક્ષા આપવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. જો વિદ્યાર્થી આ સેમિસ્ટરની ઇન્ટરનલ કે, આગળના સેમિસ્ટરની, સેમિસ્ટર એન્ડ પરીક્ષામાં નાપાસ હશે તો પણ તેમને આગળના વર્ષમાં જવા દેવામાં આવશે. પરંતુ, તેમણે ઓક્ટોબર માસમાં આ પરીક્ષા પાસ કરવાની રહેશે.
7) કોઇ માસ પ્રમોશન નથી.
8) આ નો ડિટેન્શન પોલિસી છે.
9) કોઇ વિદ્યાર્થીનું વર્ષ બગડે નહીં પણ નાપાસ વિદ્યાર્થી તથા આ સરેરાશના આધારે મળેલા માર્કથી સંતોષ ના હોય તેમણે ઓક્ટોબર માસમાં પરીક્ષા આપવાની રહેશે. 
10) જે-તે સમયે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં હોય તો આ આયોજનમાં ફેરફાર કરવામાં આવશે. અને જે-તે સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...