નિર્ણય:MSUમાં એફવાયના પ્રવેશની તારીખ 16મી સુધી લંબાવાઇ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓના ધસારો જોતાં નિર્ણય
  • રજિસ્ટ્રેશન 50 હજારનો આંક વટાવે તેવી શક્યતા

એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ધસારાને ધ્યાને લઇને તમામ ફેકલ્ટીમાં પહેલા વર્ષના રજિસ્ટ્રેશનની આખર તારીખ લંબાવીને 16મી ઓગસ્ટ કરવામાં આવી છે. એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો રહ્યો છે. આ વર્ષે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સંખ્યાનો આંક 10 હજારથી પણ વધી ગયો છે. જેના પગલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બેઠકો વધારવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં હજી પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવા માટે ધસારો કરી રહ્યાં છે. આ હકીકતને ધ્યાને લઇને હવે આગામી 16 ઓગસ્ટ, સોમવાર સુધી એફવાયમાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.ધોરણ 12માં માસ પ્રમોશનના પગલે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ધસારો વધ્યો હતો. આર્ટસ અને કોમર્સ જ નહીં, સાયન્સના પણ તમામ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ માટે ધસારો વધ્યો છે. એક અંદાજ મુજબ રજિસ્ટ્રેશન 50 હજારનો આંક વટાવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...