સમસ્યા:અટલાદરામાં વરસાદી અને ગટરના પાણી ભરાતાં રોષ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરો અને તંત્રને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં
  • નિંદ્રાધિન તંત્રને જગાડવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસિડેન્સી પાસે વરસાદી પાણી અને ડ્રેનેજના પાણીનો નિકાલ નહીં થતાં રોડ રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે પરેશાની થઈ રહી છે. સ્થાનિક કોર્પોરેટરો અને તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા બુધવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોઅે સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અટલાદરા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અટલાદરામાં આવેલી નીલકંઠ રેસીડેન્સી નજીક ઘણા દિવસોથી વરસાદી પાણી ભરાયા છે.

પાણીનો નિકાલ નહીં થતા ડ્રેનેજના પાણી પણ ઉભરાઈ વરસાદી પાણીમાં ભળતા સ્થાનિક લોકોનું રહેવાનું મુશ્કેલ બન્યું છે. અનેકવાર વિસ્તારના કાઉન્સિરો અને વોર્ડ કચેરીમાં જાણ કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી. લોકોના જણાવ્યા પ્રમાણે વરસાદમાં વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા બાદ તેનો નિકાલ થતો નથી. પાણીમાંથી વાહન સાથે પસાર થતાં અનેક ચાલકોને અકસ્માત નડે છે. તદુપરાંત રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...