કોમર્સ ફેકલ્ટીમાં એમકોમમાં સમય બદલાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સીપીઆર, ઇકોમોનિક્સ અને બેન્કિંગ વિભાગમાં લેકચરનો સમય સવારે 10.30 થી 5.30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ક્લાસરૂમનો અભાવ હોવાના કારણે બપોરે 2 કલાકના બ્રેક સાથેનું ટાઇમ ટેબલ જાહેર થતાં વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલની આગેવાનીમાં 200થી વધારે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ કર્યું હતું.
ટાઇમ ટેબલ વિચિત્ર હોવાના પગલે વિદ્યાર્થીઓ દ્વારા ડીનને ઉગ્ર રજૂઆતો કરી હતી. ફેકલ્ટી સત્તાધીશો દ્વારા એમકોમ પ્રીવયસ અને ફાઇનલના વિદ્યાર્થીઓ માટે સવારે 10.30 વાગ્યે લેકચર શરૂ કરીને બપોરે 1 વાગ્યે પ્રથમ સેશન પૂરું કરી દેવાનું ત્યાર બાદ 2 કલાકના બ્રેક બાદ 3 થી 5.30 વાગ્યા સુધી લેકચર લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.