ઓનલાઇન પરીક્ષા:વડોદરાની MS યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના કોપી કેસમાં રમૂજી જવાબો, કહ્યુ, ‘ઘરમાં લગ્ન હતા તેથી મારી પાછળ લોકો દેખાય છે’

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • યુનિ.ની ઓનલાઈન પરીક્ષામાં ગેરરિતીમાં 149 છાત્રોને સજા , 72ને ચેતવણી

મારા ઘરમાં લગ્ન હતા જેથી મારી પાછળ કેમેરામાં લોકો દેખાય છે યુનિવર્સિટીમાં કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓના રમૂજી જવાબો આપ્યા હતા. એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી 221 વિદ્યાર્થીઓ કોપી કેસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 72 વિદ્યાર્થીઓને વોર્નીંગ આપીને છોડી દેવામાં આવ્યા હતા. જયારે 149 જેટલા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી હતી જેમાં તેઓને એક પરીક્ષાથી લઇને બે પરીક્ષા નહિ આપવા સુધીની સજા કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓએ વિવિધ બહાના અનફેરમીન્સ કમીટી સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પોતે કોપી કરી ના હોવાનું ગાણું ગાયું હતું.

કિસ્સો-1: મારા ઘરે લગ્ન હતા અને કઝીન બાજુમાં બેઠો હતો
એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરીક્ષા સમયે મારા ઘરે લગ્ન હતા અને કઝીન જીદ કરીને મારી બાજુમાં બેઠો હતો. જોકે કમીટીના સભ્યએ વિદ્યાર્થીની દલીલ માન્ય રાખી ના હતી કારણ કે ફોટામાં સ્પષ્ટ થતું કે બાજુમાં બેઠેલા વ્યકિત દ્વારા વિદ્યાર્થીને પરીક્ષામાં મદદ કરવામાં આવી રહી છે.

કિસ્સો-2: હું બાલ્કનીમાં બેઠી હતી જેથી અન્ય લોકો દેખાયા
એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે હું બાલ્કનીમાં બેસીને પરીક્ષા આપી રહી હતી જેથી મારી પાછળ બાજુની બિલ્ડિંગના રહેવાસીઓ દેખાય છે. આખરે બાલ્કનીના ફોટા બતાવતા વિદ્યાર્થીનીએ કબૂલ કરી લીધું હતું કે જે વ્યક્તિ દેખાય છે તે બાલ્કનીમાં જ હતો અને મદદ કરી હતી.

કિસ્સો-3:કલાસ રૂમનો શિક્ષક જ પરીક્ષા આપતો હતો
એક વિદ્યાર્થીએ તેના ખાનગી કોચીંગ કલાસમાંથી પરીક્ષા આપી રહી હતી અને તેમાં તેનો શિક્ષક જ તેની જગ્યાએ કેમેરામાં દેખાતો હતો જેથી કમિટિના સભ્યોએ ફોટા બતાવ્યા તો કહ્યું કે કેમેરો આમ તેમ ફરે તો બાજુ માં કોઇ હોય તો દેખાઇ. તમારે જે કરવું હોય તે કરો.

અન્ય સમાચારો પણ છે...