તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નવા 385 કેસ, 45ની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં સતત 7મા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ
 • સત્તાવાર એક જ મોત, દાખલ દર્દીઓ 6 હજારની નજીક

વડોદરામાં શનિવારે કોરોનાના નવા 385 કેસો જાહેર કરાયા હતા. તેની સામે હોસ્પિટલોમાં વધારાના 245 બેડ ભરાયા હતા. શહેરમાં 28મી માર્ચે પહેલીવાર 300થી વધુ કેસ નોંધાયા બાદ 3જી એપ્રિલે પણ 385 કેસ નોંધાતાં સતત સાતમા દિવસે કોરોનાના નવા કેસોની ત્રેવડી સદી નોંધાઇ હતી. આ 7 દિવસ દરમિયાન રેકોર્ડબ્રેક 2,824 કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરામાં સારવાર દરમિયાન 45 દર્દીઓનાં મોત થતાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાઈ હતી. જ્યારે તંત્રે શનિવારે કોરોનામાં સત્તાવાર 1 મોત જાહેર કરતાં કુલ મોતનો આંક 253 પર પહોંચી ગયો છે. સૌથી વધુ પોઝિટિવ 88 કેસો પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા. શનિવારે દાખલ દર્દી ની સંખ્યા વધીને 5,965 થઇ છે.

ક્લાર્ક સંક્રમિત, યુનિટ બિલ્ડિંગ 3 દિવસ બંધ
એમ.એસ. યુનિવર્સિટીમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થતાં યુનિટ બિલ્ડિંગ 3 દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. યુનિ.માં અત્યાર સુધી 80 કરતાં વધારકર્મચારીઓ સંક્રમિત થયા છે. વધતું સંક્રમણ યુનિ. માટે ચિંતાનો વિષય બન્યું છે. કર્મચારીઓ દ્વારા પણ વર્ક ફ્રોમ હોમની માગ કરાઈ છે, પરંતુ હજુ સુધી સત્તાધીશોએ કોઈ નિર્ણય કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો