વડોદરામાં ગણપતિ બાપ્પાનું અપમાન:આખું ટ્રેક્ટર ભરીને શ્રીજીની મૂર્તિઓ લાવ્યા ને તળાવમાં ફેંકી દીધી, ભાજપના કોર્પોરેટરની કાર નજીકમાં જ ઊભી હતી, વીડિયો વાઇરલ

વડોદરા19 દિવસ પહેલા
  • શ્રીજીના અપમાનથી ભક્તોમાં આક્રોશ

વડોદરા શહેરના દશામા તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાની કાર હાજર હોવાથી અને શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું જણાઈ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે અને શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

કોર્પોરેટરની કાર દેખાતા વિવાદ વકર્યો
વડોદરા શહેરના ગોરવા દશામા તળાવ પાસે પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યું છે. એની નજીક જ આવેલા તળાવમાં ટ્રેક્ટરમાં લઈને આવેલી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વીડિયો બનાવનાર યુવકે મૂર્તિઓ લઈને આવેલા ટ્રેક્ટરચાલકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ગોત્રી સારાભાઈની બાજુમાંથી લઈને આવ્યા છીએ. તદુપરાંત આ ટ્રેક્ટર ખાલી કરવાના રૂ. 600 આપવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. આ સમયે ત્યાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિન દોંગાની કાર હાજર હોવાનું જણાઈ આવતાં ભારે વિવાદ થયો છે.

તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો.
તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો.

મારા ગયા બાદ કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે
આ સંદર્ભે નીતિન દોંગાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે રવિવારે મોડી રાત્રે ફાયરબ્રિગેડની મદદથી દશામા તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું પોતાના હાથે વિસર્જન કર્યું છે. તદુપરાંત સોમવારે બપોરે પણ શ્રીજીની મૂર્તિઓને વિસર્જિત કરવા તેઓ આવ્યા હતા, પરંતુ તેમના ગયા બાદ અન્ય કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે. તેમની કાર ત્યાં હોવાના પ્રશ્ન સંદર્ભે પણ તેમણે જણાવ્યું હતું કે વીડિયો અગાઉથી લીધેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે નીતિન દોંગાએ તાજેતરમાં જ ગોત્રી સારાભાઈ સોસાયટી સામે કુંડ બનાવ્યો હતો, જેમાં ત્રણ નદીના આ પાણીમાં શ્રીજીની મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી.

વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાની કાર હાજર હતી.
વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાની કાર હાજર હતી.
આખું ટ્રેક્ટર ભરીને શ્રીજીની મૂર્તિઓ લાવીને તળાવમાં ફેંકી દીધી હતી.
આખું ટ્રેક્ટર ભરીને શ્રીજીની મૂર્તિઓ લાવીને તળાવમાં ફેંકી દીધી હતી.
શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
એક પછી એક બધી મૂર્તિઓ તળાવમાં ફેંકી દીધી હતી.
એક પછી એક બધી મૂર્તિઓ તળાવમાં ફેંકી દીધી હતી.
મૂર્તિઓ ટ્રેક્ટરમાં ભરીને લાવવામાં આવી હતી.
મૂર્તિઓ ટ્રેક્ટરમાં ભરીને લાવવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...