તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી 10 વર્ષે ઝડપાયો:વડોદરામાં 12 કરોડના ડ્રગ્સના કેસમાં પોલીસને ચકમો આપી ફરાર ડ્રગ્સ માફિયાની ધરપકડ, ક્રાઇમ બ્રાંચે હોંગકોંગથી કબજો મેળવ્યો

વડોદરા3 મહિનો પહેલા
2011માં સયાજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે લઇ જતાં આરોપી સાગરીતો સાથે ફરાર થઇ ગયો હતો
  • સયાજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે લઇ જતાં આરોપી સાગરીતો સાથે ફરાર થઇ ગયો
  • વિદેશ ફરાર થઇ ગયેલ ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે હોંગકોંગથી કબજો મેળવ્યો
  • વડોદરા SOGએ ડ્રગ્સ માફિયાનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી

10 વર્ષ પહેલાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ પાછળથી જાપ્તાની પોલીસને ચકમો આપીને વિદેશ ફરાર થઇ ગયેલા ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ હોંગકોંગથી કબજો મેળવીને વડોદરા પરત હતી. SOGએ ડ્રગ્સ માફિયાનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2008માં ડ્રગ્સ માફિયાની વડોદરામાં ધરપકડ થઇ હતી
ક્ષી જીગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડને અમદાવાદ NCB દ્વારા નાર્કોટિક્સના ગુનામાં 22 નવેમ્બર-2008ના રોજ વડોદરાના માણેજા પાસેથી 12 કરોડ રૂપિયાની કિંમતના મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેની સાથે તેના બીજા બે સાગરીતો ગુનાશેખરણ પિલ્લાઇ તથા રવિંદ્ર કરપ્યાનાઓની પણ ધરપકડ કરી હતી. બન્ને સાગરીતો વિરૂદ્ધ અમદાવાદ NCBએ કરેલો કેસ કોર્ટમાં ચાલી જતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ સાબરમતી જેલ અમદાવાદમાં છે.

વિદેશ ફરાર થઇ ગયેલ ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે હોંગકોંગથી કબજો મેળવ્યો
વિદેશ ફરાર થઇ ગયેલ ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે હોંગકોંગથી કબજો મેળવ્યો

સયાજી હોસ્પિટલમાંથી આરોપી ફરાર થઇ ગયો હતો
જ્યારે આરોપી ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યો હતો. જ્યાં તે અલગ-અલગ આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો અને તેમની મદદથી કાવતરૂ રચ્યુ હતું અને 28 એપ્રિલ-2011ના રોજ સયાજી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે લઇ જતાં હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી તેના સાગરીતો સાથે જાપ્તાના માણસોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

હોંગકોંગમાં ડ્રગ્સ માફિયાને મની લોન્ડરિંગના ગુનામાં સજા થઇ હતી
સયાજી હોસ્પિટલ પાછળથી ફરાર થયેલો આ આરોપી ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડ પોતાના સાગરીતોની મદદથી નેપાળ જતો રહ્યો હતો અને ત્યાંથી કેનેડા જતો રહ્યો હતો. કેનેડાથી બોગસ પાસપોર્ટ બનાવીને તે હવાઇ મુસાફરી મારફત હોંગકોંગ ખાતે જતો રહ્યો હતો અને ત્યાં તે મની લોન્ડરિંગના ગુનામાં પકડાઇ જતા તેને 4 વર્ષ 4 માસની સજા થઇ હતી. દરમિયાન 16 માર્ચ-2012 ના રોજ આ અંગેની જાણ થતાં તેને પરત ભારત લાવવા માટે એક્સ્ટ્રાડીશન પ્રપોઝલ 27 ઓક્ટોબર-2012ના રોજ પ્રોપર ચેનલ એમ.ઇ.એ.ને મોકલવામાં આવી હતી. જે આધારે આરોપીની સજા પૂર્ણ થતાં આરોપીને ભારતને સોપવા માટેનો 7 ફેબ્રુઆરી-2018ના રોજ હુકમ થયો હતો.

વડોદરા SOGએ ડ્રગ્સ માફિયાનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરા SOGએ ડ્રગ્સ માફિયાનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી

હોંગકોંગથી આરોપીનો કબજો સોંપવા જાણ કરી
આ હુકમ સામે આરોપીએ હોંગકોંગ એસ.એ.આર.માં અપીલ ફાઇલ કરી હતી અને 7 મે-2021ના રોજ એચ.કે.એચ.એ.આર. દ્વારા ડિસમીસ કરવામાં આવતા કોન્સ્યુલેટ જનરલ હોંગકોંગ તરફથી ભારતીય અધિકરીઓને ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડનો કબજો સોપવામાં માટે એસ્કોર્ટ તરીકે બે અધિકારીઓને હોંગકોંગ મોકલવા જાણ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાંચ હોંગકોંગથી કબજો મેળવ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સહિત બે અધિકારીઓને વિવિધ ડિપાર્ટમેન્ટ ઓથોરીટી તથા હોંગકોંગ દુતાવાસનાઓ સાથે જરૂરી પત્ર વ્યવહાર કરી મોકલી આપવામાં આવ્યા હતા. જે અધિકારીઓ આરોપીનો કબજો હોંગકોંગથી મેળવીને આજે વડોદરા પરત ફર્યા છે. આ રાવપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના અને NCBના ગુના મામલે જરૂરી કાર્યવાહી SOG દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...