ફરિયાદ:ફ્રૂટના વેપારી- સફાઈ કર્મીઓ વચ્ચે તડાફડી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાની વડી કચેરી પાછળ જ રોડમાં દબાણ કરતા ફ્રૂટના કેટલાક વેપારીઓ અને સફાઈ સેવકો વચ્ચે શાબ્દિક તડાફડી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સોમવારે સફાઈ કર્મચારીએ સફાઈ કરવા માટે ફળના વેપારીને દબાણ હટાવવાનું કહેતાં ફળોના વેપારીઓએ ભેગા થઈ સફાઇ કર્મચારીને અપશબ્દો બોલતાં વોર્ડ નંબર 5ના તમામ સફાઈ કર્મીઓઓ જાણ કરતા અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા. તેમણે ફળોના વેપારીઓને દબાણ હટાવવાનું કહેતાં વેપારીઓએ પાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલી ધક્કે ચઢાવ્યા હોવાનો આક્ષેપ થયો હતો.ઘટના બાદ વહીવટી વોર્ડ નંબર 5ના સફાઈ કર્મીઓ નવાપુરા પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...