પાસા હેઠળ કાર્યવાહી:વડોદરાના કુખ્યાત બૂટલેગર લાલુ સિંધીની પાસા હેઠળ ધરપકડ કરી જૂનાગઢ જેલમાં ખસેડાયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી બૂટલેગર લાલુ સિંધી. - Divya Bhaskar
આરોપી બૂટલેગર લાલુ સિંધી.
  • બૂટલેગર સામે પ્રોહિબીશન, હત્યા, મારામારી સહિત 62 જેટલા ગુનાઓ નોંધાયા છે

વડોદરાના શહેરના કુખ્યાત બૂટલેગર લાલચંદ ઉર્ફ લાલુ સિંધીની શહેર પીસીબીએ પાસા હેઠળ ધરપકડ કરી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો છે. નોંધનિય છે કે, તેની સામે પ્રોહિબીશન, હત્યા, મારામારી સહિત 62 જેટલા ગુનાઓ નોંધાયા છે.

દારૂ સહિત રૂપિયા 24.90 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો
તાજેતરમાં મકરપુરા જીઆઇડીસી રોડ ઉપરથી માજલપુર પોલીસે વિદેશી દારૂ સહિત રૂપિયા 24.90 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં કુખ્યાત બૂટલેગર લાલચંદ ઉર્ફ લાલુ હેમંતદાસ ખાનાની (રહે. 403, રોયલ હાઇટ્સ, વારસીયા, વડોદરા.) ની ધરપકડ કરવામાં આવી હતી.

બૂટલેગરને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો
શહેર પીસીબીએ લાલુ સિંધી સામે પાસા હેઠળ કામગીરી શરૂ કરી હતી. આજે તેની પાસા હેઠળ ધરપકડ કરી જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. નોંધનિય છે કે વડોદરા શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ બળાત્કાર કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને પીડિતાની કહેવાતી મદદ કરી રહેલ કુખ્યાત વોન્ટેડ બૂટલેગર અલ્પુ સિંધીને હજુ પોલીસ પકડી શકી નથી.