તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયવર્ઝન:આજથી એક્સપ્રેસ વે પર રોજના 20 હજાર વાહન ચાલકોની 10 મિનિટ મુસાફરી વધશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માટે પીલરના કામને લઇ ચાર મહિના ડાયવર્ઝન
 • અમદાવાદ જવાના રૂટ પર વડોદરાથી 6 કિ.મી.ના અંતરે અપાયેલા ડાયવર્ઝનમાં રસ્તો પાકો હોવાથી વાહનચાલકોને આપદા નહીં પડે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માટે વડોદરા-અમદાવાદ એક્ષપ્રેસ હાઈવે પર પીલર બનાવવાની કામગીરી ગુરૂવારથી શરૂ થતા આગામી 4 મહિના માટે એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન વડોદરા થી અમદાવાદ જવાના રૂટ પર જ રહેશે. વડોદરા થી 6 કિમીના અંતરે વાહનચાલકો માટે ડાયવર્ઝન અપાયું છે.

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ ચાલી રહ્યું છે. આ હાઈવેના નિર્માણ માટે કેટલાક સ્થળો પર પીલર ઉભા કરી તેના પર રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર પણ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પીલર ઉભા કરવાની કામગીરી 25 માર્ચથી શરૂ થવાની છે. જેના ભાગ રૂપે એક્સપ્રેસ વે પર વડોદરા થી અમદાવાદ જતી વખતે 4 મહિના સુધી ડાયવર્ઝન આપવામાં આવશે.

આ ડાયવર્ઝન વડોદરા ટોલનાકાથી 6 કિ.મીના અંતરે આવશે. આ ડાયવર્ઝન 1 કિ.મીનું રહેશે. ઉલ્લેખનિય છે કે, દરરોજવડોદરા થી અમદાવાદ 20 હજાર જેટલા વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. ત્યારે આ તમામ વાહનોને ડાયવર્ઝન રૂટ પર 1 કિ.મી વધારે ફરવું પડશે. આ રસ્તો પાકો હોવાથી વાહનચાલકોને કોઈ મુસીબત પડશે નહીં. જ્યારે ડાયવર્ઝનથી એક્સપ્રેસ વે પર ફરીથી ચઢતા 10 મિનિટ જેટલો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો