તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:આજથી પાવાગઢ, કરનાળી સહિતનાં મંદિરો ખુલ્લાં મૂકાશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર-જિલ્લાનાં 1 હજારથી વધારે નાનાં-મોટાં મંદિરો શુક્રવારથી ખૂલશે. કેટલાક મંદિરોમાં ભક્તો પ્રસાદ કે ફૂલહાર ચઢાવી શકશે નહીં. મંદિર સંચાલકો તરફથી પણ મંદિર ધોવાથી માંડીને રેલિંગ, સેનેટાઈઝર તેમજ ટેમ્પરેચર ગન સહિતની સુવિધા ઊભી કરાઈ છે. મંદિરોમાં ગુરુવારે સંપૂર્ણ દિવસ ભક્તો માટે વ્યવસ્થા કરાઈ હતી.જોકે હજુ બીએપીએસ દ્વારા મંદિર ખોલવાનો નિર્ણય લેવાયો નથી.

કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર ચૈત્ર માસથી બંધ છે, જે શુક્રવારથી ખૂલશે, તે પહેલાં ગુરુવારે સફાઈ કરાઈ હતી. ભક્તો ડિસ્ટન્સ સાથે ઊભા રહે તે માટે કુંડાળા દોરાયાં હતાં. જ્યારે પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીનું મંદિર પણ 11 જૂનથી ખોલાશે. મંદિર સવારે 6 વાગ્યાથી સાંજના 7:30 સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટ દ્વારા ઠેર-ઠેર સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે. રોપવેની સુવિધા પણ શરૂ થશે.

ઉપરાંત કરનાળી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી રજની પંડ્યાએ જણાવ્યું કે, ભક્તો શુક્રવારથી કુબેરદાદાના દર્શન કરી શકશે. મંદિર સવારના 7થી સાંજના 6:30 સુધી ખુલ્લું રહેશે. ભક્તોને ચુંદડી, શ્રીફળ, સાડી, ફૂલ-હાર સહિતનો ચઢાવો કે પ્રસાદ ચઢાવા પર મનાઈ રહેશે. પાદરાનું પ્રખ્યાત રણુ-તુળજા ભવાની મંદિર પણ ખુલ્લું મૂકાશે. ભક્તો માટે સેનેટાઈઝર અને ડિસ્ટન્સ માટે રેલિંગની વ્યવસ્થા કરાઈ છે.

કાયાવરોહણ સ્થિત લકુલીશ શિવ મંદિરમાં ગેટ પાસે સેનેટાઈઝર ઉપરાંત બોડી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારેે પોઈચા નીલકંઠધામના શ્રી સ્વામિનારાયણ મંદિર 12 જૂનથી ખુલ્લું થશે. સંત શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું કે, માસ્ક અને ડિસ્ટન્સ રાખવું પડશે.

અન્ય સમાચારો પણ છે...