સેફ્ટી:આજથી હેલ્મેટ પહેર્યા વિના નીકળશો તો દંડ ભરવો પડશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15મી સુધી ખાસ ડ્રાઇવ ચલાવાશે
  • કારમાં​​​​​​​ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો પણ દંડ

રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે 6ઠ્ઠી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ ભંગ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રાખવા માટે પોલીસ વિભાગે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાની પોલીસને સૂચના આપવામાં આવી છે. જેને પગલે રવિવારથી હેલ્મેટ પહેર્યા વિના તેમજ કારમાં સીટ બેલ્ટ નહીં લગાવ્યો હોય તો દંડ ફટકારાશે.

રાજ્યના પોલીસ વિભાગે વડોદરા શહેર પોલીસ તંત્રને પાઠવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રાેડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં હેલ્મેટ નહીં પહેરવા તથા સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધાયો જોવા મળ્યો હતો.

ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા કમિટીએ જણાવ્યું હોવાથી 6થી 15મી માર્ચ સુધીમાં વધુમાં વધુ કેસ કરવાના રહેશે, એમ પરિપત્રમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...