તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:આજથી 18થી 44 સુધીની વયના શહેરીજનોને કોવેક્સિન અપાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ એચસીજી હોસ્પિટલમાં રસીનો જથ્થો મોડો આવતા કલાકો સુઘી લોકોને રાહ જોવી પડી હતી. - Divya Bhaskar
શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ એચસીજી હોસ્પિટલમાં રસીનો જથ્થો મોડો આવતા કલાકો સુઘી લોકોને રાહ જોવી પડી હતી.
  • સોમવારે બંને વય જૂથમાં 8240 લોકોનું રસીકરણ : 45થી વધુ વય જૂથમાં કોવિશિલ્ડ જ મળશે

મંગળવારથી 18થી 44 વર્ષના નાગરિકોને કોવિશિલ્ડને બદલે કોવેક્સિન રસી અપાશેે. જોકે પહેલો ડોઝ કોવિશીલ્ડનો લીધો હોય તેમને બીજો ડોઝ કયો આપવો તે અંગે તંત્ર પણ મૂંઝવણમાં છે. સૂત્રો મુજબ પહેલી મેથી આ વય જૂથના નું રસીકરણ શરૂ કરાયું હોવાથી હાલ બીજા ડોઝ નો સમય વાર છે. 45 વર્ષથી ઉપરના લોકોને હજી કોવિશિલ્ડ જ અપાશે.

આ વય જૂથ માટે અંદાજે 40 હજારનો જથ્થો હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. સોમવારે 18 થી 45 વર્ષ સુધીના 3627 લોકોને રસી અપાઇ હતી. જયારે 45થી વધુ વયના 4613 લોકોઅે રસી મૂકાવી હતી. સોમવારે 8240 લોકોનું રસીકરણ થયું હતું.શહેરના વારસિયાનાપ્રેમ પ્રકાશ હોલ અને સનફાર્મા રોડના એચ.સી.જી. હોસ્પિટલના સેન્ટર પર 1 કલાક રસી મોડી આવતાં લોકો હેરાન થયા હતા.

45થી વધુ વય માટે સેન્ટર અલગ કરવા કવાયત
કોર્પોરેશન દ્વારા 18થી 44 અને 45થી વધુ વયના લોકો માટે વેક્સિનેશન સેન્ટર અલગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સૂત્રો મુજબ કોર્પોરેટરો પાસે આ અંગે સેન્ટર સૂચવવા જણાવ્યું હતું જોકે વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરો વચ્ચે પણ એક સૂત્રતા ના જણાતા આખરે મેયર દ્વારા સેન્ટર નક્કી કરવામા આવશે આગામી એક-બે દિવસમાં આ નવી વ્યવસ્થા કાર્યરત થશે.

અન્ય સમાચારો પણ છે...