સિટી બસો ફરી પૂર્વવત:આજથી ફરી 140 સિટી બસ શહેરમાં દોડતી થશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં બંધ થયેલી સિટી બસો ફરી પૂર્વવત
  • વિવિધ રૂટ પર વધુ 10 એસી​​​​​​​ બસ શરૂ કરાશે

કોરોના કાળમાં બંધ થયેલી સીટી બસ ફરી પુરી સંખ્યામાં શરૂ કરવામાં આવી છે રવિવાર થી વધુ 10 એ.સી.બસ સાથે કુલ 20 એ.સી. બસ મળી 140 બસ કાર્યરત કરવામાં આવશે. જ્યારે સામાન્ય નાગરિકને કરતા પણ સત્તા ભાડામાં સ્ટેશનથી વાઘોડિયા રોડ સુધી માત્ર પાંચ રૂપિયામાં લઈ જવામાં આવે છે.

કોરોના મહામારી દરમિયાન મુસાફરો ઘટતા શહેરમાં સિટી બસ સેવા પૂરી પાડતી વિનાયક લોજીસ્ટીક દ્વારા બસોની સંખ્યા ઘટાડવામાં આવી હતી હાલના તબક્કે પણ મુસાફરોની સંખ્યા માં નોંધપાત્ર વધારો થયો નથી પરંતુ નિયમ મુજબ 150 ચાલુ કરવાનુ હોવાથી એ.સી બસો ફરી દોડતી કરાઇ છે. 20 એ.સી બસ સાથે નાગરિકોને સૌથી મુસાફરી મળી રહે તે માટે સીએનજીના ભાવ રજા હોવા છતાં પણ ભાડામાં કોઈ વધારો કરાયો નથી. વિનાયક લોજીસ્ટીક ના મેનેજર નરેન્દ્રસિંહ રાણા જણાવ્યું હતું કે, સ્ટેશનથી ઓટોરિક્ષા જેવી નાની સિટી બસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...