તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નવા સત્રથી એમકોમમાં ચોઇઝ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમ, વિદ્યાર્થીઓ કોમર્સ સિવાયના વિષયો પણ ભણી શકશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નવા સ્ટ્રક્ચર મુજબ 25 વિષયનો અભ્યાસ 2 વર્ષ દરમિયાન કરવાનો રહેશે

મ.સ.યુનિ.ની કોમર્સના વિદ્યાર્થીઓ ડિઝાઇન થી લઇને મિડિયા સુધીના વિષયો ભણી શકે તે માટે એમકોમમાં ચાલુ વર્ષે ચોઇઝ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમ અમલ મૂકાશે. મુુખ્ય વિષયો સાથે બીજી ફેકલ્ટીના ઇલેક્ટિવ વિષયની પણ પસંદગી કરી શકાશે. એમકોમના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્ર 2021-22 માં ચોઇસ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવામાં આવશે. એમકોમમાં પાંચ પ્રોગામ અત્યારે ચાલી રહ્યા છે. પાંચ જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં સ્પેશલાઇઝેશન કોર્ષ ચલાવવામાં આવે છે. એમકોમના સ્પેશલાઇઝેશનના કોર્ષની સાથે વિદ્યાર્થીઓ ઇન્ટર ડીસીપ્લનરી વિષયોની પસંદગી કરવાની રહેશે.

જેથી વિદ્યાર્થીઓને એક કરતાં વધુ વિષયોનું જ્ઞાન થતાં કૌશલ્યો મેળવવામાં મદદ રહેશે. વિદ્યાર્થીઓને વિષયોની પસંદગી તેમના મેરીટ ના આધારે આપવામાં આવશે. નવા સ્ટ્રક્ચર મુજબ વિદ્યાર્થીઓએ કુલ 25 વિષયોનો અભ્યાસ બે વર્ષ દરમિયાન કરવાનો રહેશે અને આ પ્રોગામની એકેડમિક ક્રેડિટ 102 રહેશે. એમકોમ સીબીસીએસ સ્ટ્રકચર પ્રોજેકટ વર્ક-ઇન્ટર્નશીપનો એક કોર્સ દરેક વિદ્યાર્થીએ કરવાનો રહેશે. જેથી તેઓને પ્રેક્ટિકલ વર્ક એકસપિરિયન્સ મળી રહે. એમકોમની પરીક્ષા પધ્ધતિ યુનિ.ના ધારા ધોરણ મુજબ રહેશે,જેમાં 40 માર્કસનું આંતરીક મૂલ્યાંકન અને 60 માર્કસનું બાહ્ર મૂલ્યાંકન રહેશે.

ડિગ્રી પછી વિદ્યાર્થીઓને સ્વરોજગારી અને સ્ટાર્ટઅપ માટે ફેકલ્ટીમાં માર્ગદર્શન અપાશે
એમકોમના વિદ્યાર્થીઓને આ બે વર્ષના માસ્ટર ડિગ્રી પ્રોગામ કર્યા પછી રોજગારી મેળવવામાં અથવા સ્વરોજગારી અને સ્ટાર્ટઅપ માટે જરૂરી મારગદર્શન અને સહાયતા ફેકલ્ટીના કેરિયર કાઉન્સીલિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા આપવામાં આવશે.

કયા વિષયો પસંદ કરી શકાશે

  • કોમર્સના વિષયો
  • ડિઝાઇન
  • ઇન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ
  • સાયકોલોજી ફોર ડે ટુ ડે લાઇફ
  • કોમ્યુટિંગ સ્કીલ
  • ઇન્ડિયન કન્સટ્યુશન
  • જર્નાલીઝમ એન્જ માસ મિડિયા સહિતના વિષયો
અન્ય સમાચારો પણ છે...