તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમિશનરનું જાહેરનામું:21મીથી ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય સમારંભમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે

21મીથી સામાજિક, શૈક્ષણિક રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે, ધાર્મિક, રાજકીય સમારોહમાં 100 જણની મર્યાદામાં એકઠા થવા છૂટ અપાઈ છે. ફેસ કવર, સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ સ્ક્રીનિંગ તથા સેનેટાઈઝરની સુવિધા રાખવી પડશે. જ્યારે લગ્નમાં 50 અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત્ રખાઈ છે.

પો. કમિશનરના જાહેરનામા મુજબ 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ શૈક્ષણિક અને કોચિંગ સંસ્થા બંધ રાખવા સૂચના અપાઈ છે. જોકે 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થામાં 50 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન ટીચિંગ માટે બોલાવી શકાશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન મેળવવા વાલીની લેખિત મંજૂરી સાથે શાળાએ જઈ શકશે. સિનેમા હોલ બંધ રહેશે, માત્ર ઓપન એર થિયેટર ચાલુ થઈ શકશે. બગીચા, હોટેલ, મોલ, દુકાનો, ધાર્મિક સ્થળો, સ્ટ્રીટ વેન્ડર્સ, લાઇબ્રેરી ચાલુ રાખી શકાશે.

અન્ય સમાચારો પણ છે...