કોરોના ઇફેક્ટ / માસ્ક વગરના લોકો પાસેથી રૂા. 21,400નો દંડ વસૂલાયો, સાંજે 7 વાગ્યા પછી રખડવા નીકળેલા 6 પકડાયા

From people without masks Rs. A fine of Rs 21,400 was levied, 6 were caught wandering after 7 pm
X
From people without masks Rs. A fine of Rs 21,400 was levied, 6 were caught wandering after 7 pm

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. શુક્રવારે 88 વાહનચાલકો માસ્ક વગર નીકળ્યા હોવાનું સીસીટીવીમાં ઝડપાયુ હતું. પાલિકાએ આવા વાહનચાલકોના ફોટા અને વાહન નંબરની યાદી પોલીસ વિભાગને મોકલી છે. શુક્રવારે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન કરનારા પાસેથી પાલિકાએ 21,400નો દંડ વસૂલ કરતાં કુલ વસૂલાતનો આંક રૂ.21.17 લાખ પર પહોંચ્યો છે. તેવી જ રીતે શાકભાજીના વધુ 263 વેપારીઓનું સ્ક્રીનિંગ કરાયું હતું. 
ઉપરાંત વાડી નાની શાક માર્કેટમાં ગુરુવારે સાંજે બાઈક પાર ટ્રિપલ સવારીમાં નીકળેલા પૈકી 2 પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા, જ્યારે પોલીસે બાઈક ચાલકને ઝડપી લીધો હતો. ગાજરાવાડી પાણીની ટાંકી પાસે પણ બે જણાને પોલીસે પકડ્યા હતા. બીજી તરફ સલાટવાડા ત્રણ રસ્તા પાસે પણ પોલીસે એક જણાને પકડ્યો હતો. આ શખ્સ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતો હોવા છતાં સાંજના સમયે બહાર નીકળતાં તેની સામે ગુનો નોંધાયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી