નવા વર્ષની ભેટ:પ્લેટફોર્મ ટિકિટના હવેથી માત્ર રૂા.10 ચૂકવવા પડશે, રૂા. 30ના ભાવમાં ઘટાડો

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા ડિવિઝનના તમામ સ્ટેશનો પર અમલ

કોરોના મહામારી બાદ લોકોની આર્થિક હાલત કફોડી બની છે અને કોરોનાના કેસો ઘટી જતાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો ઘટાડો કરવામાં આવતાં રેલવે મુસાફરોને ભારે રાહત થઇ છે. પહેલાં આ ભાવ રૂ.30 હતો જે હવે રૂા.10 કરાયો છે. વડોદરા, ભરુચ, અંકલેશ્વર, નડિયાદ અને આણંદ રેલવે સ્ટેશન ખાતે સાતમી જુલાઈથી પ્લેટફોર્મ ટિકિટ શરૂ કરાઈ હતી. જયાં પ્લેટફોર્મ ટિકીટનો ભાવ ડિવિઝનમાં સૌથી વધુ રૂા.ત્રીસ રખાયો હતો જયારે બાકીના રેલવે સ્ટેશનો ખાતે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વીસ રૂપિયા રખાયો હતો. એપ્રિલ 2020થી વડોદરા રેલવે ડિવિઝનમાં પ્લેટફોર્મ ટિકટનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું.

ગત જુલાઈ માસમાં જયારે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂ.30 કરાયો ત્યારે રેલવે દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે સ્ટેશન પર વધુ ભીડ ભેગી ના થાય તેના માટે ટિકિટનો ભાવ વધારાયો છે.પણ કોરોનાના કેસો ઓછા થતાં વડોદરા ડિવિઝનના તમામ સ્ટેશનોએ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂ.10 કરી દેવાયો છે.

રેલવેના પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ઘટાયા છે. રેલવે પાસ હોલ્ડર એસો.ના પ્રમુખ ઓમકારનાથ તિવારીઅે જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂા.10 કરાતાં મુસાફરોને મોંઘવારીના સમયમાં રાહત થઇ છે. પણ પાસ હોલ્ડરો માટે કોચ પર માર્કીંગ થાય તો અગવડતા ઓછી થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...