દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આગામી જાન્યુઆરી 2023 માં કાર્યરત કરવાનું લક્ષ્ય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવ્યું છે . દિલ્હી થી મુંબઈ ની 24 કલાકની મુસાફરી માત્ર 13 કલાકમાં પૂરી કરાશે .વડોદરા ના સીમાડે મહીસાગર અને નર્મદા નદી ઉપરથી પસાર થતો આ 6 લેન એક્સપ્રેસ વે વડોદરા થી મુંબઈ નું અંતર માત્ર સાડા ચાર કલાકમાં કાપવા માટે સક્ષમ બનાવશે જે ટ્રેન પણ ઝડપી હોવાનું મનાય છે. શહેર નજીક મહીસાગર નદી પાસે પેરેલલ પસાર થતો આ એક્સપ્રેસ વે આહલાદક નજારો આપે છે. ઉપરથી જોતા મહીસાગર નદી અને આ માર્ગ જાણે કર સંપુટ બનાવતા હોય અથવા અંગ્રેજીના 2 એસ એકસાથે લખ્યા હોય તેમ જણાય છે.
વડોદરા પાસે 60 -60 કિલોમીટરના બે કોન્ટ્રાક્ટ બે અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે પાદરા થી આગળ નો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની દ્વારા 24 કલાકમાં ચાર રેકોર્ડ બનાવવામાં આવ્યા છે. અંદાજે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ આ 60 કિલોમીટરનો રોડ બનાવવામાં થશે. દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે નુ ભારણ ના એક્સપ્રેસવે ને પગલે ૫૦ ટકા ઉપરાંત ઘટવાની શક્યતા છે. નર્મદા નદી ઉપર બાંધવામાં આવનાર બ્રિજ અંદાજે 1500 કરોડના ખર્ચે તૈયાર થશે. આગામી સમયમાં ફરવાલાયક સ્થળ તરીકે સ્ટેચ્યુની સાથે આ એક્સપ્રેસવે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે ઇકોનોમીને વેગવંતી બનાવવા માં પણ આ એક્સપ્રેસવે ઉપયોગી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.