આયોજન:ડિસેમ્બરથી એપ્રિલ સુધી ધો. 3થી 8ના વિદ્યાર્થીઓની કસોટી યોજાશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GCERTએ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો કાર્યક્રમ જાહેર કર્યો
  • પ્રશ્નબેંક આધારિત 10 મૂલ્યાંકન કસોટીઓનું આયોજન કરાયું

ધો 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર થી એપ્રીલ સુધી કસોટીઓ યોજાશે. પ્રશ્નબેંક આધારિત સામયિક મૂલ્યાંકન કસોટી યોજવામાં આવ્યો હતો. જીસીઇઆરટી દ્વારા સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્ર માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર ડિસેમ્બર, જાન્યુઆરી અને માર્ચમાં બે વખત મૂલ્યાંકન કરાશે. જ્યારે ફેબ્રુઆરીમાં ત્રણ વખત અને એપ્રિલમાં એક વખત મૂલ્યાંકન કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા તેની ફેરવિચારણા કરાઈ હતી અને ત્યારબાદ એકમ કસોટીના બદલે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટીનો અમલ શરૂ કરાયો હતો.

પ્રાથમિક સ્કૂલોના ધો૨ણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મુક્યા બાદ પ્રથમ સત્ર માટે પ્રશ્નો સ્કૂલોને પૂરા પાડ્યા હતા અને તેના આધારે સ્કૂલોએ મૂલ્યાંકન કર્યું હતું. 17 ડિસેમ્બરથી 1 એપ્રિલ દરમિયાન 10 જેટલી સામયિક મૂલ્યાંકન કસોટી યોજાશે. પ્રશ્નબેંક આધારિત સામયિક મૂલ્યાંકન માટે બીજા તબક્કાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ધોરણ-3 માટે 5 કસોટી, ધોરણ-4 માટે 7, ધોરણ-8 માટે 10 કસોટી લેવાશે.

જાન્યુઆરીમાં બે, ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં બે અને એપ્રિલમાં એક વખત પ્રશ્નબેંક આધારિત સામયિક મૂલ્યાંકન કરાશે. કયા દિવસે કયાં ધોરણમાં કયા વિષયની પરીક્ષા લેવાશે તે પણ નક્કી કરાયું છે. અભ્યાસક્રમ શું રહેશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...