તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈવિક ખાતર બનાવવાનો વર્કશોપ:3 કિલો કિચન વેસ્ટથી 1.5 કિલો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વિના ખર્ચે ઘરે જ બનાવી શકાય

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • MSU અને સ્ત્રી ચેતના ફાઉન્ડેશન દ્વારા જૈવિક ખાતર બનાવવાનો વર્કશોપ

ઘરમાંથી નિકળતા શાકભાજીનો અને ફળની છાલનો કચરો, માટી, પાણી તથા ઝાડના ખરેલા પાંદડાથી ઓર્ગેનિક ખાતર એક પણ રૂપિયાના ખર્ચા વગર ઘરે જ બનાવી શકાય છ. ઓર્ગેનિક ખાતર કેમિકલ રહિત હોય છે અને તેની ફળદ્રુપતા પણ વધારે હોય છે. તેમ 75 વર્ષિય ગૃહિણી અનુરાધાબેન ગોગતેએ જૈવિક ખાતર બનાવવાના વર્કશોપમાં જણાવ્યું હતું. MSUના ઉન્નત ભારત અભિયાન અને સ્ત્રી ચેતના ફાઉન્ડેશને જૈવિક ખાતર બનાવવાના વર્કશોપનું આયોજન કર્યુ હતું.

7 સ્ટેપથી ઓર્ગેનિક ખાતર બનાવવાની રીત

 • ખાતર બનાવવા માટે કપડાની થેલી અથવા માટલામાં નીચે 3 થી 4 નાના કાણા પાડી તેનો ઉપયોગ લેવો.
 • તળીએ જાળી વાળુ કપડુ મુકી તૂટેલા માટલાના ટુકાડા મુકવા.
 • શાકભાજીની છાલ અને છોતરા, ફળની છાલ અથવા અન્ય કિચન વેસ્ટ નાખવો.
 • ઉપર માટી અને રેતીનું લેયર કરવું અને આ પ્રક્રિયા માટલુ ભરાય ત્યા સુધી કરવી.
 • ખાતરમાં ભેજ રહે માટે 3 દિવસે એક વાર થોડુ પાણી છાટવું.
 • માટલું ભરાય પછી 15 દિવસ સુધી ઢાંકી રાખવું.
 • 3 કિલો લીલા કચરાથી 1.5 કીલો ઓર્ગેનિક ખાતર બને છે.

5 ગામડાની સ્ત્રીઓને તાલીમ અપાશે
ઉન્નત ભારત અભિયાન હેઠળ MSUએ દત્તક લિધેલા 5 ગામડામાં મહિલાઓને ઘરે જૈવિક ખાતર બનાવવાની તાલીમ અપાશે. મહિલાઓ ઘરે બનેલ ખાતર વેચી રોજગારનો સ્ત્રોત ઉભો કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો