તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:‘ફ્રેન્ડઝ ફ્રોમ કેનેડા-કરૂણા ગ્રૂપ’ દ્વારા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર SSGને અપાયાં

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળતા ત્યારે વિદેશમાં વસતા ગુજરાતી મદદે આવ્યા છે. કેનેડા સ્થિત ‘ફ્રેન્ડઝ ફ્રોમ કેનેડા-કરૂણા ગ્રૂપે’ SSGને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યાં હતાં.સયાજીના તબીબ ડો.આદેશ જૈને તાજેતરમાં કેનેડામાં વસતા તેમના મિત્ર નયન શાહ સાથે વાત કરી હતી.

જેમાં તેમણે કોરોનાના દર્દીઓની સારવારમાં ઓક્સિજનની ઘટ અને તેના કારણે સારવારમાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું. મૂળ વડોદરાના નયન શાહ તેમજ અન્ય મિત્રોએ આ અંગે ચર્ચા કર્યા બાદ ગ્રૂપ દ્વારા સયાજીને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવાનો નિર્ણય કર્યો હતો. સુરતની કંપનીને ઓર્ડર અપાતાં 24 કલાકમાં 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સયાજી હોસ્પિટલને મળી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો