તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના બેવડા માપદંડ:છ મહિનાથી શુક્રવારી બજાર બંધ પણ પાલિકાના નાક નીચે ફૂલ બજારમાં ભીડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્કેટ ચાર રસ્તા પાસે ફૂલ બજાર માં ભારે ભીડ જમા થાય છે. - Divya Bhaskar
માર્કેટ ચાર રસ્તા પાસે ફૂલ બજાર માં ભારે ભીડ જમા થાય છે.
  • ફૂલ બજારનું સ્થળાંતર છતાં માર્કેટ પાસે જ પથારા
  • રોજ સવારે ભારે ધસારો રહેતા સંક્રમણનો ભય

શહેરમાં છ મહિનાથી શુક્રવારી બજાર બંધ છે ત્યારે પાલિકાની બેવડી નીતિ ના કારણે પાલિકાની વડી કચેરી ની પાસે જ ફૂલ બજાર ધમધમી રહ્યું છે અને તંત્ર ત્યાં થતી ભીડ સામે લાચાર બની રહ્યુ છે. પાલિકાની આજુબાજુમાં જ ફ્રુટ અને ફૂલ બજાર ચાલી રહ્યું છે તેમાં સોશિયલ ડિસ્ટનસિંગનો રોજ-બ-રોજ ભંગ થતો દેખાય છે છતાં પાલિકાની દબાણ શાખા આ પથારા વાળા સામે કોઇ કાર્યવાહી કરી રહી નથી. તેવી જ રીતે,ભુતડીજાપા થી કારેલીબાગ જવાના રસ્તા ઉપર દર શુક્રવારે ભરાતું શુક્રવારી બજાર છેલ્લા છ મહિનાથી સોશિયલ ડિસ્ટ્સનીંગ ના ના નામે પાલિકા દ્વારા બંધ કરાવી દેવામાં આવી રહ્યું છે.

પાલિકાની માર્કેટ સ્થિત મુખ્ય ઓફિસની સામે વહેલી પરોઢથી સવારે 11 વાગ્યા સુધી ફુલ બજાર માર્કેટ ચાર રસ્તા પર ભરાય છે . મેયર ઓફિસની બાજુમાં આવેલા ચાર રસ્તા પરથી બિલ્ડીંગની પાછળના ભાગમાં ફ્રુટ બજાર રસ્તા પર ભરાય છે અને આગળના ભાગે ભરાતા ફૂલ બજારમાં ભીડ થતી હોવા છતાં પગલાં ભરાતાં નથી.

અન્ય સમાચારો પણ છે...