વાઘોડિયા પાસેના ગામમાંથી એક મહિલાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે તેમની પરિણીત દીકરીને કેટલાંક દીવસથી અજાણ્યાં વ્યક્તિઓએ ગોંધી રાખી હતી. જેની તબિયત બગડેલ છે. જેમાં મદદરૂપ બનવા જણાવતાં અભયમ રેસ્ક્યું ટીમ પાદરા સ્થળ પર પહોંચી મહિલાની શારીરિક પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા 108 એમ્બ્યુલન્સ બોલવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં.
અજાણી જગ્યાએ લઇ ગયા
મળતી માહિતી મુજબ મહિલાનાં પતિએ કરિયાનાની દુકાનમાંથી કેટલીક જીવન જરૂરીયાત વસ્તુઓ ઉધાર ખરીદી હતી. જેની ચુકવણી બાકી રહેતા તેમના પત્નીને કેટલાંક લોકો બળજબરીથી એક અજાણી જગ્યાએ લઇ ગયા હતાં અને ગેરકાયદેસર ગોંધી રાખી અવાર નવાર શારીરિક સબંધ બાધ્યા હતાં. ભોગ બનનાર પીડિતાને આ વ્યક્તિઓ કોણ હતા તે બાબતે પૂછપરચ્છ કરતા તેઓએ જણાવેલ કે તેમની આખે પટ્ટી બાંધી દીધી હતી જેથી તે ઓળખી શકે તેમ નથી.
તબિયત સુધારા પર
કેટલાંક દીવસથી હેરાન થતા પીડિતાની તબિયત અચાનક બગડતા તેઓને 108 એમબ્યુલન્સની મદદથી હૉસ્પિટલ સારવાર માટે રિફર કરવામાં આવ્યાં હતા. જ્યાં મહિલાની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.