સુવિધા:વડોદરા ડિવિઝનનાં 72 રેલવે સ્ટેશને ફ્રી વાઇફાઇની સુવિધા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રીએ 30 મિનિટ બાદ ચાર્જ ચૂકવવો પડશે
  • વે. રેલવેના કુલ 468 સ્ટેશન પર સુવિધા શરૂ કરાઈ

વેસ્ટર્ન રેલવે દ્વારા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે રેલવે સ્ટેશન ઉપર મુસાફરોને અનુકૂળતા મળી રહે તેમજ ડિજિટલ ઇન્ડિયા નો લાભ મળે તે માટે ફ્રી વાઇફાઇની સેવા શરૂ કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમ્યાન ફરી એક વખત આ સેવા કાર્યરત કરાતા વડોદરા ડિવિઝનના 72 રેલવે સ્ટેશન મળી કુલ 468 રેલવે સ્ટેશન ઉપર ફ્રી વાઇ-ફાઇ સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

જો કે ત્રીસ મિનિટ બાદ આ સેવા માટે ચાર્જ ચૂકવવો પડશે. વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યા મુજબ આ સુવિધા મુસાફરો માટે છે. સ્થાનિક લોકો સ્ટેશન પર આવીને ફ્રી વાઇ-ફાઇનો લાભ ઉઠાવે તે માટે ત્રીસ મિનિટનો સમય ફ્રી રાખવામાં આવ્યો છે.

જો કે ત્યારબાદ જે કોઈને પણ આ સુવિધા ચાલુ રાખ્યું હશે તેનો ઓનલાઇન જ પ્લાન આવશે જેમાં રેલ દ્વારા કાર્યરત આ સુવિધામાં કેટલા જીબી નો પ્લાન અને કેટલા દિવસ માટે પ્લાન જોઈએ છે તે દેખાશે. વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનના 90 સ્ટેશન રતલામ ડિવિઝનના 98 સ્ટેશન અમદાવાદ ડિવિઝનના 88 રાજકોટ ડિવિઝનના 50 ભાવનગર ડિવિઝન ના 70 અને વડોદરા ડિવિઝનના 72 સ્ટેશનનો સમાવેશ ફ્રી વાઇફાઇ માટે કરાયો છે. સમગ્ર ભારતમાં કુલ 6070 સ્ટેશન ઉપર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવેના આ પ્રયાસના કારણે રેલ મુસાફરોનો લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...