આયોજન:ટુર ઓપરેટરોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફ્રી ટુર

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક મહિનાઓથી ફેલાયેલી કોરોના મહામારીને પગલે ટ્રાવેલ ઉદ્યોગની હાલત ખૂબ જ કફોડી બની છે. ટ્રાવેલ એજન્ટોનું મનોબળ વધે અને આગામી દિવાળીના સમયમાં તેઓ દ્વારા ફરી ગુજરાતીઓના ફરવાના શોખના પ્રોત્સાહિત કરે તે માટે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં મળેલી મિટિંગ બાદ શહેરના 60 જેટલા એજન્ટોને 25 26 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીની ફ્રી ટુર કરાવવાનું પેકેટ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટી બંધ છે.

અન્ય સમાચારો પણ છે...